________________
૨ સપ્તમ રૂતિ છે ૪-૨૨ /
સર્વવસ્તુ કથંચિત્ છે જ, કથંચિત્ નથી જ, કથંચિત્ અવક્તવ્ય છે જ, એ પ્રમાણે ક્રમે કરીને વિધિનિષેધની કલ્પનાવડે તથા એકીસાથે વિધિનિષેધની કલ્પનાવડે સાતમો ભાંગો થાય છે.
क्रमतः स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वे सति परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे च सति यौगपद्येनास्तित्व-नास्तित्वाभ्यां वक्तुमशक्यं सर्व वस्तु, રૂતિ સમો મઃ | ૨૬ છે
ટીકાર્ય ક્રમે કરીને સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાવડે અસ્તિત્વધર્મની તથા પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાવડે નાસ્તિત્વધર્મની વિવક્ષા કરાયે છતે વસ્તુ વક્તવ્ય છે પરંતુ એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વધર્મ વડે સર્વવસ્તુ રહેવાને અશક્ય છે તેથી આ પ્રમાણે સાતમો ભાંગો જાણવો. ' વિશેષાર્થ : સંસારવતી તમામ પદાથો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ આશ્રયી “અસ્તિત્વ' ધર્મવાળા છે. અને પારદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળઅને પરભાવને આશ્રયી નાસ્તિ' ધર્મવાળા છે. એજ પ્રમાણે દરેક પદાર્થો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય' છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ
અનિત્ય' છે. એ પ્રમાણે પરસ્પર વિરોધી દેખાતા બે ધર્મોનું યુગલ એક એક પદાર્થમાં નયભેદે છે જ. આવા પ્રકારના બે ધર્મોમાંથી કોઇપણ એક ધર્મને પ્રધાનપણે અને બીજા ધર્મને ગૌણપણે કહેવાથી પ્રથમના બે ભાંગા બને છે આ બે ભાંગા જ સાત ભાંગાનું (સપ્તભંગીનું) મલકારણ છે જેમ કે- “અસ્તિ અને નાસ્તિ' આ બે ધર્મો છે તેમાં અસ્તિની પ્રધાનતાએ અને નાસ્તિની ગૌણતાએ વિવક્ષા કરવાથી યાતિ' નામનો પ્રથમ ભાંગો બને છે તથા નાસ્તિની મુખ્યતા અને અસ્તિની ગૌણતાથી વિવક્ષા કરીએ ત્યારે ત્રાતિ' નામનો બીજો ભાંગો બને છે. એવી જ રીતે સ્થાન્નિત્ય અને નિત્યં એમ બે ભાંગા બને છે આ રીતે પરસ્પર વિરોધી દેખાતા એવા બે બે ધર્મોના અનંત જોડકાં (અનંતયુગલો) સર્વે પદાર્થોમાં છે. તે કારણથી એકયુગલધર્મની વિવક્ષાએ એક સપ્તભંગી થાય છે. એવી જ
રીતે અનંત-યુગલધર્મમાંથી અનંતસપ્તભંગી એકેક પદાર્થમાં હોય છે. પરંતુ - અનંતભંગી થતી નથી, કારણ કે પ્રત્યેક યુગલધર્મ ઉપરથી સાત જ
૧૬૯