________________
આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય એવું મિથ્યાજ્ઞાન છે. અને તેનાથી વિરૂદ્ધ સમ્યજ્ઞાન છે તેનું સહચર (સાથે રહેનારૂ) સમ્યગદર્શન તેની પ્રાપ્તિ છે. તેથી વિરૂદ્ધ સહચરોપલબ્ધિ હેતુ કહેવાય છે.
सम्प्रत्यनुपलब्धिं प्रकारतः प्राहु:હવે અનુપલબ્ધિહેતુના પ્રકારો જણાવે છે. अनुपलब्धेरपि द्वैरूप्यमविरुद्धानुपलब्धिર્વિરુદ્ધનુપધ્ધિ ને રૂ-શરૂા
અનુપલબ્ધિ હેતુ પણ (૧) અવિરુદ્ધાનુપલબ્ધિ (૨) વિરુદ્ધાનુપલબ્ધિ એમ બે પ્રકારે છે.
प्रतिषेध्येनार्थेन सहाविरुद्धस्यानुपलब्धिरविरुद्धानुपलब्धिः, प्रतिषेध्येन सह विरुद्धस्यानुपलब्धिविरुद्धानुपलब्धिरित्यनुपब्धिरपि द्विप्रकारेत्यर्थः
પ્રતિષેધ કરવા યોગ્ય જે સાધ્યસ્વરૂપ પદાર્થ તેની સાથે અવિરુદ્ધ એટલે કે વિરોધને અપ્રાપ્ય એવા પદાર્થની જે અનુપલબ્ધિ તે અવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ છે તથા પ્રતિષેધ કરવા યોગ્ય પદાર્થની સાથે વિરૂદ્ધની અનુપલબ્ધિ તે - વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ એમ બે પ્રકારે છે.
सम्प्रत्यविरुद्धानुपलब्धेर्निषेधसिद्धौ प्रकारसङ्ख्यामाख्यान्तिઅવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના પ્રકારો જણાવે છે. तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ।३-९४।
अमूनेव प्रकारान् प्रकटयन्ति- પ્રતિષેધ્યેના વિરુદ્ધનાં સ્વભાવ-વ્યાપા-સાર્થ-જાર- પૂર્વોત્તરોત્તર વર-સવરામનુપત્નશ્વેિ: રૂ-૧૫ /
આ બે અનુપલબ્ધિમાં અવિરૂદ્ધાનુપલબ્ધિ નિષેધબોધ કરાવનારી છે અને તે સાત પ્રકારે છે પ્રતિષેધ કરવા યોગ્ય એવા સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા સ્વભાવ-વ્યાપક-કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર અને સહચરોની અનુપલબ્ધિ એમ સાત પ્રકારે છે.
૧૩૩