________________
બહિરંગ (૨) અંતરંગ, તેમાં અંતરંગસામગ્રી=પ્રકર્ષને પામેલ ક્ષપકશ્રેણિસમ્યગદર્શનાદિ સ્વરૂપ છે (સમ્યગજ્ઞાન, સમ્યગુચારિત્ર વિગેરે આત્માના પરિણામ રૂપ અંતરંગ સામગ્રી) અને બહિરંગ સામગ્રી જિનેશ્વર પ્રભુ વિચરતા હોય ત્યારે મનુષ્યભવ પ્રથમ સંઘયણ વિગેરરૂપ ઔદયિક ભાવની સામગ્રી વિશેષથી ઉત્પન્ન થયેલ (બાહ્ય અને અત્યંતર સામગ્રી મળે છે ત્યારે ચારે ઘાતી કર્મનો ક્ષય થાય છે) એવો જે સમસ્ત કેવલજ્ઞાનાવરણનો ક્ષય છે તેના કારણે સમસ્ત દ્રવ્યોના પર્યાયો (સર્વ દ્રવ્યોને તથા તેના સૈકાલિક પર્યાયોને એકી સાથે) સાક્ષાત્કાર કરનારું કેવલજ્ઞાન થાય છે (જેમાં ફક્ત જ્ઞાન જ છે અર્થાત્ અંશતઃ પણ અજ્ઞાન નથી તે કેવલજ્ઞાન-પૂર્ણજ્ઞાન સકલપ્રત્યક્ષ કહેવાય છે.) (આ જ્ઞાનના ધારક કેવલી અથવા સર્વજ્ઞ કહેવાય છે મીમાંસક મતવાળા સર્વજ્ઞને માનતા નથી આ સૂત્રમાં તેના મતનું ખંડન જાણવું.)
कतरं पुरूषमेतदास्पदीकरोतीत्यत्राहुः - અરિહંતની સિદ્ધિ કરે છે. तद्वान् अर्हन् निर्दोषत्वात् ॥ २-२४॥ કેવલજ્ઞાનવાળા ભગવાન્ અરિહંત છે. નિર્દોષ હોવાથી....
तद्वान् केवलज्ञानवान् । तथा च प्रयोगः अर्हन् सर्वज्ञः, निर्दोषत्वात् यो न सर्वज्ञः स न निर्दोषः यथा रथ्यापुरुषः, निर्दोषश्चार्हन् तस्मात् सर्वज्ञः ॥२४॥ તન=કેવલજ્ઞાની, તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે.
મઃ નિષત્વતિ, અરિહંત પરમાત્મા સર્વજ્ઞ છે. નિર્દોષ હોવાથી, વ્યાપ્તિ જે સર્વજ્ઞ નથી તે નિર્દોષ નથી, જેમ શેરીમાં (ફરતો-રહેલો) પુરુષ અરિહંત પરમાત્મા નિર્દોષ છે. (ઉપનય) તેથી સર્વજ્ઞ છે. (નિગમન). निर्दोषत्वमस्य प्रसाधन्ति - અરિહંતનું નિર્દોષપણું અનુમાન દ્વારા સિદ્ધ કરે છે. निर्दोषोऽसौ प्रमाणाऽविरोधिवाक्त्वात् ॥ २-२५॥ આ અરિહંત નિર્દોષ છે પ્રમાણથી અવિરોધી વાણીવાળા હોવાથી......
૬૫