________________
પ્રશ્ન
-
૪ વર્તમાનકાળ એટલે શું ?
ઉત્તર - ૪ જીવાતાં જીવનમાં કરાતી ક્રિયાનો કાળ તે વર્તમાનકાળ
અથવા ચાલુ ક્રિયાને જણાવનાર જે સમય તે વર્તમાનકાળ.
પ્રશ્ન
–
પ વિભક્તિ એટલે શું ?
ઉત્તર - ૫ વિમખ્યન્તે/વિમાશઃ પ્રાયને વા ઈ-વોડf અનયા-વિભક્તિ: જેના દ્વારા કર્તા, કર્મ આદિ.....અર્થને વિભાગ કરવા પૂર્વક બતાવાય છે તેને વિભક્તિ કહેવાય..
પ્રશ્ન - ૬.વર્તમાના-વિભક્તિ એટલે શું ?
ઉત્તર - ૬ વર્તમાનકાળને જણાવનારી જે વિભક્તિ તે વર્તમાનાવિભક્તિ તથા અહીં વિભક્તિ શબ્દ સ્ત્રીલિંગ છે માટે એનું વિશેષણ વર્તમાના શબ્દ પણ
સ્ત્રીલિંગમાં આવે છે.
પ્રશ્ન ૭ કર્તપ્રિયોગ એટલે શું?
ઉત્તર - ૭ કર્તાની મુખ્યતાવાળો પ્રયોગ તે કર્તરિપ્રયોગ એટલે કે જેમાં કર્તા પ્રમાણે ક્રિયાપદ વપરાય તેને કર્તરિપ્રયોગ કહેવાય.
પ્રશ્ન - ૮ પુરુષબોધક પ્રત્યય એટલે શું ?
ઉત્તર - ૮ પુરુષ=ક્રિયાને કરનાર...તેને જણાવનાર જે પ્રત્યય તેને પુરુષબોધક પ્રત્યય કહેવાય... આ પ્રત્યયો હું, તું, તે એમ ત્રણેય પુરુષને જણાવનારા હોવાથી એને પુરુષબોધક પ્રત્યય કહેવાય.. દા. ત. નમામિ ‘“હું નમસ્કાર કરું છું” અહિં મિ પ્રત્યયથી ‘હું’ એવો ૧લો પુરુષ જણાવાય છે માટે મિ વિગેરે પુરુષબોધક પ્રત્યય કહેવાય છે.
પ્રશ્ન
-
૯ પુરુષબોધક-પ્રત્યયો કેટલા ?
ઉત્તર - ૯ દરેકવિભક્તિનાં અઢાર-અઢાર પ્રત્યયો હોય છે.
૯ પરમૈપદનાં...+ ૯ આત્મનેપદનાં=૧૮ પ્રત્યયો હોય છે.
પ્રશ્ન
૧૦ ૯ પ્રત્યયો કેવી રીતે કયા કયા વિભાગમાં ગોઠવાય છે ? ઉત્તર - ૧૦ પહેલા પુરૂષના-૩ એકવચન, દ્વિવચન, બહુવચન.
-
૨૯