________________
અક્ષરજ્ઞાન એ બીજસ્વરૂપ છે. શબ્દજ્ઞાન એ અંકુરસ્વરૂપ છે. વાચજ્ઞાન એ પલ્લવસ્વરૂપ છે.
અને સંપૂર્ણ ભાષાજ્ઞાન એ વડલાસ્વરૂપ છે. જેથી ભાષાકીય-જ્ઞાન કરતાં પહેલાં વર્ણનું જ્ઞાન કરવું અતિ આવશ્યક છે.
પ્રશ્ન
૩ વર્ણોના પ્રકાર કેટલા ? કયા કયા ? ઉત્તર - ૩ વર્ણ ૨ પ્રકારે (૧) સ્વર (૨) વ્યંજન.
પ્રશ્ન
૪ સ્વ૨ એટલે શું ?
ઉત્તર - ૪ સ્વયં રાખત્તે શોમત્તે વા કૃતિ સ્વાઃ ।
જે સ્વયં શોભે તે સ્વર કહેવાય. જેનો સ્વતંત્ર પ્રયોગ કરી શકાય.
દા. ત. અ- વિ..ને બોલવા માટે કોઇની સહાય લેવી પડતી નથી. સ્વતંત્ર બોલી શકાય છે. માટે તેને સ્વર કહેવાય છે.
પ્રશ્ન
૫ વ્યંજન એટલે શું ?
ઉત્તર ५ व्यज्यते/प्रकटीक्रियते वा अर्थः अनेन इति व्यञ्जनम् ।
જેનાદ્વારા અર્થનો સ્પષ્ટ બોધ થાય તે વ્યંજન કહેવાય. દા. ત. માત્ર અ-અત્ર બોલવાથી કોઇ અર્થનો ખ્યાલ આવતો નથી. પરંતુ એમા જ મ્ ત્ વ્યંજનો ભળે ત્યારે મત એવો શબ્દ બને છે જેનાથી એક વસ્તુને બતાવતાં નિશ્ચિત અર્થનો સ્પષ્ટ બોધ થાય છે. માટે વ્યંજન એ અર્થનું જ્ઞાન કરાવે છે. પ્રશ્ન ૬ અર્થનાં જ્ઞાન માટે જો વ્યંજન જ સમર્થ છે તો સ્વરો શા માટે બતાવ્યા ?
-
-
ઉત્તર ૬ અર્થને બતાવવા વ્યંજન સમર્થ છે પરંતુ તે એકલા સ્વતંત્ર ઉચ્ચારી શકાતાં નથી તેને બોલવા માટે સ્વરોની જરૂરિયાત રહે છે. વ્યંજનો પંગુ જેવા છે અને સ્વરો અંધ જેવા છે. જેમ પંગુ માણસ રસ્તો દેખી શકતો હોવા છતાં પણ તે ચાલવા સમર્થ નથી તેને કોઇની અપેક્ષા રહે છે તેવી રીતે આંધળો ચાલવા સમર્થ છે પણ દેખી શકતો નથી માટે તેને પણ કોઇકની અપેક્ષા રહે છે. એવી જ રીતે સ્વર અંધ જેવા છે. જે અર્થને પ્રગટ કરી શકતાં નથી. અને
૨