________________
॥ ૐ હ્રીં શ્રીશંખેશ્વર-પાર્શ્વતાથાય નમઃ | ॥ ૐ હ્રીં શ્રીશાંતિતાથ-પરમાત્મને નમઃ | || શ્રીગૌતમસ્વામિતે તમઃ ||
II શ્રી ભદ્ર-ૐકાર-અરવિન્દ-યશોવિજય-ચન્દ્રયશગુરુભ્યો નમઃ II
શ્રી ચન્દ્રયશ સંસ્કૃત પ્રશ્નોત્તરમાલા
પ્રથમા
પ્રશ્ન - ૧ આ પુસ્તિકાનું નામ હૈમસંસ્કૃતપ્રવેશિકા-પ્રથમા કેમ રાખ્યું? ઉત્તર - ૧ સિદ્ધહેમશબ્દાનુશાસન નામનું વ્યાકરણ છે તે વ્યાકરણમાંથી આ પુસ્તિકા બનાવેલ હોવાથી અથવા તે વ્યાકરણને અનુસરીને બનાવેલી હોવાથી વ્યાકરણનાં રચિયતા પૂ. હેમચંદ્રાચાર્યજી મહારાજાની ઉપકારોની સ્મૃતિને માટે હૈર્મ શબ્દ આગળ રાખ્યો. તેમજ આ પુસ્તિકા સંસ્કૃતભાષાનું જ્ઞાન કરાવનારી હોવાથી સંસ્કૃત શબ્દ કહ્યો. સંસ્કૃતનું જ્ઞાન કરવા માટે સંસ્કૃતવિષયમાં પ્રવેશ કરાવનારી હોવાથી પ્રવેશિકા પદ મૂકેલ છે. તેમજ પંડિતવર્ય શ્રી શિવલાલભાઇએ ત્રણ બુક બનાવેલ છે તેમાં આ પહેલી હોવાથી પ્રથમા પદ મૂકેલ છે. આ પ્રમાણે આખું નામ.... હૈમસંસ્કૃતપ્રવેશિકા-પ્રથમા કહેવાય છે.
પ્રશ્ન - ૨ વર્ણ એટલે શું ? એની જરૂરિયાત શી ? ઉત્તર - વર્ણ અક્ષરો
=
કોઇપણ ભાષામાં પ્રવેશતાં પહેલાં અક્ષરોનું જ્ઞાન કરવું પડે છે. કારણકે અક્ષરોનાં સમૂહથી એક શબ્દ બને છે. અને શબ્દોનાં સમૂહથી વાક્ય બને છે. અને વાચ જ ભાષાનો બોધ કરાવે છે. ઘેઘૂરવડલાનું કારણ જેમ બીજ છે. તેમ કોઇપણ ભાષાનાં સંપૂર્ણ જ્ઞાનમાં મૂળ કારણ અક્ષરજ્ઞાન છે.
૧