________________
9000 1000
900 1000 1000 9090 99 90 9ણ પણ ૭
સંપાદકીય કલિકાલ કલ્પતરૂ મહામહિમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથદાદાજીનાં શ્રીચરણમાં અગણિત વંદના.
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી શાન્તિનાથદાદાનાં શ્રીચરણોમાં અનંતશઃ પ્રણામ.... - જે પરમાત્માની પરમ કૃપાથી પૂ. ગુરુદેવશ્રીનાં અઢળક આશિષથી કોઈ મંગલ દિને મંગલ ઘડીએ અંતરઅવનિમાં ધરબાયેલ આશાબીજ વિદ્યાદાતા અનેક છે ઉપકારીઓની પાવનપ્રેરણાનાં પીયૂષે અંકુરિત થતાં આજે આ પુસ્તક પ્રકાશન રૂપે પાંગર્યું... એમાં અનેક ગ્રંથોની સહાય લેવાઈ છે તે તે ગ્રંથનાં પ્રણેતા, સંપાદક, પ્રકાશક સર્વેનો આ ક્ષણે આભાર વ્યક્ત કરી... પુસ્તક પ્રકાશનમાં સતત કૃપાવૃષ્ટિ વરસાવતાં... લેખનમાં સતત ઉત્સાહિત કરતાં પૂ. ગુરુદેવોને આ ક્ષણે કૃતજ્ઞભાવે થી વંદના કર્યા વિના કેમ રહેવાય ?
યુગમહર્ષિ દાદાગુરુદેવ શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા... દીક્ષાદાતા... સ્વાધ્યાય સુધાપાતા.. પૂ. ગુરુદેવશ્રી ૩ૐકારસૂરીશ્વરજી મહારાજા... સતત સ્વાધ્યાયશીલ રહીને જીવન જ જેમનું આદર્શમય છે એવા પૂ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. વાત્સલ્યવરિ વર્ષાવવામાં સ્વજનની માં પણ કદાચ અલ્પતા દેખાયું.. પણ જેમનામાં સદાય પૂનમની ભરતી જ વરતાય... એવા પૂ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા. જેમની આશિષે ચાલુ થયેલું આ કાર્ય પૂર્ણતાં અવસરે અદેશ્યરૂપે સદાય સહાય કરતાં પૂ. પિતાજી મુનિરાજ શ્રી ચંદ્રયશવિ. મ.સા... આ કાર્યમાં સતત પ્રોત્સાહન આપવા દ્વારા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનાર... પૂ. બંધુ મુનિરાજ પંન્યાસપ્રવર શ્રી ભાગ્યેશ વિ. મ.સા. પૂ. શ્રી મહાયશ વિ. મ.સા.. સંયમની શિક્ષા અને સંસ્કારાદિનાં વાવેતર કરવા દ્વારા ઉપકારોની હેલી વર્ષાવનાર પૂ. દાદીગુણીજી શ્રી મનકશ્રીજી મ.સા. પરમતપસ્વી પૂ.
શ્રી સુવર્ણાશ્રીજી મ.સા. તથા પૂ. ગુરુમાતા શ્રી રમ્યગુણાશ્રીજી મ.સા. આદિ ઉપકારી થી ગુરુદેવશ્રીનાં ચરણ કમલમાં ભાવભરી વંદના...
- તથા આ પુસ્તકમાં જ્યાં જ્યાં સંશયની ગતિ અવરોધ આવ્યો તેને માત્ર ઉપકૃતિદષ્ટિએ શીધ્રતયા જવાબ આપનાર ઉપકારી પંડિતવર્ય શ્રી... વ્રજલાલભાઈ, | ચંદ્રકાંતભાઈ, રાજુભાઈ, રજનીભાઈ વગેરે સારસ્વત પુત્રોનો આ ક્ષણે ખૂબ ખૂબ આભાર માનું છું.
છેલ્લે ૭-૭ વખત પૂફ આપવા છતાં જરાય કંટાળ્યા વિના આ પુસ્તક પ્રકાશનમાં સહાય કરી છે તેને કેમ ભૂલાય ?
પ્રાન્ત આ પુસ્તકનાં અધ્યયન દ્વારા સૌ શાસ્ત્રાભ્યાસ તરફ આગેકૂચ કરી. સ્વાધ્યાય દ્વારા આત્મશુદ્ધિ કરી સ્વરૂપસિદ્ધિ પ્રાપ્ત કરે. એ જ મંગલ મનીષા.... છબસ્થ, અજ્ઞાનતાને કારણે થઈ ગયેલ ક્ષતિને વિશ્વકર્યશ્રી સુધારે.. એજ પ્રાર્થના સહ...
- રમ્યરેણુ... |