________________
૧૪
શ્રી વીશસ્થાનક તપ તલવાર લઈને રાજા ઉભો છે. મૃતકને સ્નાન કરાવી તેના અંગની પૂજા કરી અને વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરતો યોગી પાપી વસ્તુઓનો હોમ કરે છે. ત્યાં યોગીના ભાલપ્રદેશમાં ધૂમનો પ્રકાશ દેખાતાં રાજાએ દેવીનું સ્મરણ કર્યું. દેવીના પ્રભાવથી શબ ઉછળીને કુંડમાં પડ્યું. યોગીને લાગ્યું કે કાંઈક ભૂલ થઈ છે. માટે ફરીને જાપ કરું. ફરીને જાપ કરતાં ફરી શબ જ પડ્યું આથી ખિન્ન થઈને રાજાને મારવા વિદ્યાદેવીનું ધ્યાન ધરવા લાગ્યો. એટલે રાજાની કુળદેવીએ યોગીને ઉપાડી અગ્નિકુંડમાં ફેંક્યો તરત જ તે સુવર્ણ પુરુષ બની ગયો. સુવર્ણ પુરુષને નગરમાં લાવી રાજાએ દુઃખી જનોના દારિદ્રયનો નાશ કર્યો, એક જિનચૈત્ય કરાવી સુવર્ણની પ્રતિમા સ્થાપના કરી.
એક દિવસ ચતુર્દશીનો ઉપવાસ કરી રાજા સૂતો હતો. સ્વપ્નમાં કળાકુશળ રત્નાદેવી તાપસીની પાસે દેવકન્યાના રૂપનો પણ પરાભવ કરે એવી કોઈ રાજકન્યાને શાસ્ત્રાભ્યાસ કરતી જોઈ. રાજા સ્વપ્નમાંથી જાગ્રત થયો. મંત્રીને સ્વપ્નનો બધો વૃત્તાંત જણાવી તે કન્યા સાથે પાણિગ્રહણની ઈચ્છા રાજાએ વ્યક્ત કરી. મંત્રીએ રાજાને સ્વપ્નની વાત સત્ય ન હોય તેમ ઘણું સમજાવ્યો. પરંતુ રાજાએ હઠ ન છોડી. છેવટે મંત્રીએ એક દાનશાલા કરાવી તેમાં તાપસીની પાસે અભ્યાસ કરતી રાજપુત્રીનું ચિત્ર તૈયાર કરાવીને મૂક્યું. એક દિવસ બે પરદેશી પંડિતો દાનશાળામાં આવ્યાં. મંત્રીએ તેઓને જમાડ્યા. પેલ ચિત્ર જોઈ પરદેશીઓની આંખમાં આંસુ આવી ગયાં. મંત્રીએ કારણ પૂછતા તેમને કહ્યું. આ ચિત્ર જોઈને અમને અમારી જન્મભૂમિ યાદ આવી ગઈ. મંત્રીએ વિશેષ પૂછતાં તેમણે કહ્યું કે... '
અહીંથી ઉત્તર દિશા તરફ પ્રિયંકરા નામે નગરી છે. તેજ અમારી જન્મભૂમિ. ત્યાં મહીપાલ રાજા છે. તેને દેવકન્યા જેવી પશ્રી નામે પુત્રી છે. રાજકુમારી તાપસી પાસે વિદ્યાભ્યાસ કરે છે. માટે આ જોઈ અમને જન્મભૂમિ યાદ આવી ગઈ.
મંત્રીએ સર્વ હકીકત રાજાને કહી, રાજા મંત્રીને રાજ્યકારભાર સોંપીને એકલો જ ઘોડેસ્વાર થઈને ચાલી નીકળ્યો. કેટલાક દિવસે પ્રિયંકરા નગરીના ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં બે તાપસણીઓ અને સુંદર રાજકન્યાને જોઈને તે હર્ષ પામ્યો. થોડી વારે રાજકુમારી મહેલમાં ગઈ એટલે રાજાએ વિનય સહિત તાપસણીઓ પાસે આવી પ્રણામ કર્યા. અને પોતાના વિનયથી તાપસણીઓને રંજિત કરી દીધી. તાપસણીઓએ તેને જમાડી આરામ કરવા આસન આપ્યું. તે નિદ્રાધીન થઈ ગયો. તેવામાં કોઈ વિદ્યાધર ત્યાંથી જતો હશે તેણે કામદેવ સમાન નૃપને જોયો. પાછળ આવતી પોતાની પ્રિયા અને તેના અનુરાગવાળી થશે એમ સમજી તેણે નૃપના એક