________________
કથાઓ
૫
હાથે કોઈ જડીબુટ્ટી બાંધી દીધી. તેથી તે નૃપ મનોહર સ્ત્રી રૂપે બની ગયો. તેના ગયા પછી તે વિદ્યાધર સ્ત્રી ત્યાં આવી તેણે પણ એવા જ ભયથી નૃપના બીજા હાથે એક જડીબુટ્ટી બાંધી તેથી તે નૃપ સ્ત્રી મટીને યુવાન રૂપવાન પુરુષ બની ગયો. જાગ્રત થયેલા નૃપે જડીબુટ્ટીનો પ્રભાવ જાણ્યો. તેના જ પ્રભાવે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. પછી તાપસણીઓએ આગ્રહ કરતા નૃપે સઘળી સત્ય હકીકત કહી બતાવી. તાપસણીઓએ કહ્યું કે ભાગ્યશાળી ભૂપાળ ! આ રાજકન્યા તો પુરુષદ્રેષિણી છે, તો તમારી ઈચ્છા કેમ સિદ્ધ થશે ? પછી રાજા જડીબુટ્ટીના પ્રભાવે સુંદર સ્ત્રી બની ગયો. તેણે રાજકુમારી સાથે અતિશય ગાઢ મૈત્રી કેળવી લીધી. રાજકુમારીને પણ તેની સાથે અતિસ્નેહ થયો. પછી તેણે રાજકુમારીને પુરુષ પ્રત્યેના દ્વેષનું કારણ પૂછતાં તેણીએ કહ્યું કે—એક યુગલને સંભોગ કરતા જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એક અરણ્યમાં એક હસ્તી યુગલ ઘણાં સ્નેહપૂર્વક રહેતુ હતું. એક વખત તે અરણ્યમાં મહાદાવાનળ લાગ્યો. મરણના ભયથી હસ્તી પોતાની સ્ત્રીને મૂકી અન્યત્ર ચાલ્યો ગયો. હાથીણી પુરુષજાતિને ધિક્કારતી અનુકંપા (અન્ય જીવો પ્રત્યે) સાથે દાવાનળથી બળીને મૃત્યુ પામી. તે જ હું રાજકન્યા થઈ છું. તે જ કારણથી હું પુરુષના સ્નેહને ધિક્કારતી લગ્ન કરવા ઈચ્છતી નથી. આ સાંભળી રાજાને પણ જાતિસ્મરણ થયું. રાજાએ એક ચિત્રપટ તૈયાર કરાવ્યો. જેમાં એક અંટવીમાં દાવાનળ લાગેલો છે. એક હસ્તીનું યુગલ અતિશય સ્નેહી હતું. હસ્તિણી જ્વાળાઓથી દાઝીને તરફડીયા મારે છે. હસ્તી બાજુના જળાશયમાંથી સૂંઢમાં જળ લાવીને છાટે છે. આખરે હસ્તિણી મરણ પામે છે તેના ગાઢસ્નેહવશ હસ્તી પણ અગ્નિમાં પડી મરણ પામે છે. તે ચિત્ર એક પુરુષના હાથમાં આપી નગરમાં ફેરવે છે. અને કોઈ પૂછે તો કહેવડાવે કે પદ્માવતી નગરીના પુરુષોત્તમ રાજાને જાતિસ્મરણ થવાથી તેમણે પોતાની પૂર્વ પત્ની મેળવવા આ ચિત્રપટ ચિતરાવ્યું છે.
રાજકુંવરીએ તે ચિત્ર જોયું. બધી હકીકત પૂછી. પુરુષે તે બધી કહી. આથી પુરુષ પરનો દ્વેષ રાજકુમારીના મનમાંથી નાશ પામ્યો. તે પુરુષોત્તમ રાજા ઉ૫૨ અનુરાગવાળી થઈ. તે વાત તેના પિતાએ જાણતાં-ખુશ થઈને ઘણાં ઠાઠમાઠથી વિવાહની સામગ્રી સહિત કન્યાને પદ્માવતી નગરી તરફ મોકલી. પુરુષોત્તમ રાજા પણ સ્ત્રીરૂપે જ તેની સાથે ચાલ્યો. નગરમાં પહોંચીને બન્નેના લગ્ન ઘણાં ઠાઠમાઠથી થયાં. વિષયસુખ ભોગવતાં રાણીને સિંહ સ્વપ્નસૂચિત પુરુષસિંહ નામે પુત્ર થયો. કાળક્રમે દાહજ્વરથી રાણી મૃત્યુ પામી. તેના ગાઢ મોહવશ રાજા શોકાતુર બન્યો.