________________
તો આધાકર્મી ભોજન કરનારની મધ્યમાં વસવા છતાં શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારની સાધુતા માટે શંકાને સ્થાન જ ક્યાં છે? કારણ ન હોય તો આધાકર્મી ભોજન કરનાર અને તેની મધ્યમાં વસતા શુદ્ધગ્રાહી સાધુ એ બંનેના સાધુપણામાં વિચાર જ ઉભો રહેલો છે. ૩-૧૮-૧૨૨
तथा-देशविरतिमन्तरेण ये प्रतिक्रान्तिं कुर्वन्ति श्राद्धास्तेषां प्रतिक्रान्तिः फलवती न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-सा फलवतीति विज्ञायते, श्राद्धकुलोत्पन्नत्वेनोच्चाराभावेऽपि देशविरतिपरिणामसद्भावात् सामायिकोच्चारस्य विरतिरूपत्वाद् માવિશુદ્ધેતિ ll૩-૧૨-૧૨રૂ II
પ્રશ્ન- દેશવિરતિશ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યા સિવાય જે શ્રાવકો પ્રતિક્રમણ કરે છે, તેઓનું પ્રતિક્રમણ સફળ છે કે નિષ્ફળ?
ઉત્તરઃ- વ્રતો ઉચ્ચર્યા ન હોય તો પણ શ્રાવક કુલમાં ઉત્પન્ન થયેલ હોવાથી દેશવિરતિના પરિણામ હોય છે, સામાયિકનો ઉચ્ચાર વિરતિરૂપ હોય છે અને ભાવની વિશુદ્ધિ છે, માટે તેમનું પ્રતિક્રમણ સફળ છે, એમ જણાય છે. ૩-૧૯-૧૨૩
तथा-निम्बुकरसभावितोऽजमकस्तद्भावितं विश्वभेषजं च द्विविधाहारे कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-निम्बुकरसभावितोऽजमकस्तद्भावितं विश्वभेषजं च द्विविधाहारे आचाम्ले च न कल्पत इति ।।३-२०-१२४।।
પ્રશ્ન - લીંબુના રસની ભાવના દીધેલ અજમો અને સુંઠ દુવિહારમાં કહ્યું કે નહિ?
ઉત્તર - લીંબુના રસની ભાવના દીધેલ અજમો અને સુંઠ દુવિહારના પચ્ચખાણમાં અને આયંબિલમાં કહ્યું નહિ. ૩-૨૦-૧૨૪ • ,
तथा-श्वेतसैन्धवाऽचित्ततायां अक्षराणि कुत्र सन्ति ? इति प्रश्नोऽत्रोत्तरम्श्वेतसैन्धवाचित्तताया अक्षराणि श्राद्धविधौ वर्तन्ते ||३-२१-१२५।।
પ્રશ્ન:- ધોળું સૈન્ધવ અચિત્ત છે, એવા અક્ષરો ક્યાં છે ? ઉત્તરઃ- ધોનું સૈધવ અચિત્ત છે એવા અક્ષરો શ્રાદ્ધવિધિમાં છે. ૩-૨૧-૧૨૫
तथा-तैलादिमाननेनाऽऽदेशप्रदानं शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्तैलादिमाननेन प्रतिक्रमणाद्यादेशप्रदानं न सुविहिताचरितं, परम् क्वापि क्वापि तदभावे जिनभवनादिनिर्वाहाऽसंभवेन निवारयितुमशक्यमिति ।।३-२२-१२६।।
પ્રશ્ન:- તેલ વગેરેની બોલી બોલીને આદેશ આપવો સૂઝે કે નહિ?
ઉત્તર:- તેલ વગેરેની બોલી બોલીને પ્રતિક્રમણાદિસૂત્રોનો આદેશ આપવો એ સુવિહિતોએ આચરેલ નથી, પરંતુ કોઈ કોઈ સ્થળે તેના અભાવે જિનમંદિર વગેરેનો નિર્વાહ થતો નહિ હોવાથી બોલીનું નિવારણ કરવું અશક્ય છે. ૩-૨૨-૧૨૬
૬૪