________________
ઉત્તરઃ- ઈદના દિવસની અસઝાયના વિષયમાં વૃદ્ધ પુરુષોનું આચરણ જ નિમિત્તરૂપ જણાય છે. ૩-૧૧-૧૧૫ ટિપ્પણ-૫૦. અર્થાત્ વૃદ્ધ પુરુષોએ ઈદના દિવસને અસઝાય તરીકે ગણ્યો નથી, માટે આપણે
તપાગચ્છીઓ અસઝાય તરીકે ગણતા નથી. આ નોંધ કર્યા પછી એની પ્રામાણિકતાને પૂરવાર કરનાર પાઠ અમોને કેવી રીતે મલ્યો તેની વિગત નીચે પ્રમાણે છે---
ઉપરના ઉત્તરમાં મુદ્રિત પ્રતમાં વૃદ્ધાવUTમેવ’’ પાઠ છે, પણ એના સંશોધન માટે બીજી હસ્તલિખીત પ્રતો અમોએ જે સાથે તપાસી હતી તે પૈકી અત્રના દેવશાના પાડાના પ્રાચીન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતમાં - ''વૃદ્ધાનાવરણમેવ’’ પાઠ છે, તે મુદ્રિતના ઉપર્યુક્ત પાઠ કરતાં વધારે સારો શુદ્ધ લાગે છે. મુદ્રિત પ્રતનાં એવાં કોઈક સ્થળ સુધારવા યોગ્ય જણાયાં છે. આ પુસ્તકમાં મૂળગ્રંથ તેવા શુદ્ધપાઠોવાળો જ આપવામાં આવ્યો છે. તેનાં તરફ વાંચકોનું
ધ્યાન ખેંચીએ છીએ. अथ पुनः पण्डितजगमालगणिकृत-प्रश्नास्तत्प्रतिवचांसि च यथा
रात्रौ ये सुखभक्षिकां भक्षयन्ति तेषां सान्ध्यप्राभातिकप्रतिक्रान्तिः शुद्धिमती अन्यथा वा? इति प्रश्नोऽत्रोत्तरम्-''अविहिकया वरमकयं उस्सुयवयणं कहंति गीयत्था । पायच्छित्तं जम्हा अकए गुरुअं कए लहुअं'' ||१|| इति प्रतिक्रमणहेतुगर्भगाथानुसारेण प्रतिक्रमणकरणमेव सुन्दरं प्रतिभाति ।।३-१२-११६।।
પ્રશ્નકાર પંડિત શ્રી જગમાલભંણિ પ્રશ્ન- જેઓ રાતના સમયે સુખડીનું ભક્ષણ કરે છે તેમનું સાંજનું અને સવારનું પ્રતિક્રમણ શુદ્ધ કહેવાય કે અશુદ્ધ? .
ઉત્તરઃ- “અવિધિથી કરવા કરતાં નહિ કરવું સારું છે, આ વચનને ગીતાર્થો ઉત્સુત્ર વચન કહે છે. કારણ કે નહિ કરવામાં મોટું પ્રાયશ્ચિત્ત આવે છે, અને
કરવામાં નાનું પ્રાયશ્ચિત્ત આવે છે.” (૧) આ પ્રતિક્રમણ ગર્ભહેતુની ગાથાના - અનુસારે પ્રતિક્રમણ કરવું એ જ સુંદર લાગે છે. ૩-૧ર-૧૧૬
तथा-रात्रौ भुक्तिमतां प्रातर्नमस्कारसहितायुपोषणप्रमुखप्रत्याख्यानं शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रत्याख्यानं शुध्यति, परं भ्राजते नेति ॥३-१३-११७।।
પ્રશ્ન- રાત્રિભોજન કરનારાઓને પ્રાતઃકાલે નવકારસીથી માંડીને ઉપવાસ સુધીનું પચ્ચખ્ખાણ કરવું સુઝે કે નહિ?
ઉત્તરઃ- પચ્ચખાણ શોભે-સુઝે છે ખરું, પરંતુ પ્રાતઃકાલે પચ્ચખાણ કરનાર રાત્રિભોજન કરે એ તેઓને શોભતું નથી. ૩-૧૩-૧૧૭
तथा-चतुर्मासकमध्ये साधूनां नगरप्रवेशनिर्गमे पादप्रमार्जनं भवति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-रजोऽवगुण्डनसद्भावे सति विधीयते नान्यथा ।।३-१४-११८।।