________________
મુનિની વિરાધના છે. માટે ક્રોધે ભરાયેલા મુનિની પણ તું વિરાધના કદાપિ કરીશ નહિ.’ (૯૭) આ પ્રમાણે ‘શ્રી વૃદ્ધ શત્રુંજય માહાત્મ્યના બીજા સર્ગમાં શ્લોકો છે. એ શ્લોકોમાં કેવલ વેષ માત્રને ધારણ કરનારો પણ મુમુક્ષુ વંદન કરવા યોગ્ય છે અને ગૌતમ સ્વામિની માફક પૂજા કરવા યોગ્ય છે, તે કઈ રીતે અને કયા કારણથી કહ્યું છે?
ઉત્તરઃ- ``વત્તેસૌ સર્વસૌરધ્ધાનિ’ ઈત્યાદિ શત્રુંજય માહાત્મ્યના બીજા સર્ગની અંદરના શ્લોકો કારણિક વિધિને આશ્રયીને અથવા તીર્થ પ્રભાવનાની બુદ્ધિથી કર્યા હોય એમ સંભવે છે, માટે કાંઈ દોષ નથી. ૨-૩૩-૭૯
अथ वटपल्लीयपण्डितपद्मविजयगणिकृत प्रश्नास्तत्प्रतिवचांसि च यथापाक्षिकादिप्रतिक्रमणमध्ये चैत्यवन्दनादारभ्य किं सूत्रं यावत्पञ्चेन्द्रियच्छिन्दनं निवार्यते? इति प्रश्नोऽत्रोत्तरम्-पाक्षिकादिप्रतिक्रमणमध्ये चैत्यवन्दनादारभ्य "इच्छामो अणुसट्ठि' यावत् पञ्चेन्द्रियच्छिन्दनं निवार्यमाणं परम्परया दृश्यते परं व्यक्ताक्षराणि नोपलभ्यन्ते ॥२-३४-८०॥
१ अन्तिमस्वाध्यायं यावदित्यपि पाठः प्रत्यन्तरे ।
''
પ્રશ્નકાર પંડિત પદ્મવિજય ગણિ
પ્રશ્ન:- પખ્ખી વગેરે પ્રતિક્રમણમાં ચૈત્યવંદનથી આરંભીને કંયા સૂત્ર સુધી પંચેન્દ્રિય જીવની છીંક નિવારાય છે?
ઉત્તરઃ- પખ્ખી વગેરે પ્રતિક્રમણમાં ચૈત્યવંદનથી આરંભીને ``ફચ્છામો અનુસદ્ધિં’’ સુધી અર્થાત્ છ આવશ્યક સુધી પંચેન્દ્રિયની છીંક નિવારણ કરાતી પરંપરાથી જોવાય છે, પરંતુ તેવા પ્રકારના સ્પષ્ટ અક્ષરો દેખાતા નથી. ૨-૩૪-૮૦
(વર્તમાનમાં છેલ્લા દુઃખક્ષય-કર્મક્ષયના કાયોત્સર્ગ સુધી છીંક નિવારાય છે. એથી જ એ કાયોત્સર્ગ સુધીમાં કોઈને છીંક આવે તો ક્ષુદ્રોપદ્રવનિવારણનો કાયોત્સર્ગ કરાય છે. પણ, આ પાઠના આધારે ફચ્છામો અનુસä પછી છીંક આવે તો ક્ષુદ્રોપદ્રવનિવારણનો કાયોત્સર્ગ કરવાની જરૂ૨ નથી.)
तथा - पाक्षिकादिप्रतिक्रमणे क्रियमाणे छिक्क सद्भावे कुतः स्थानात्किं स्थानं यावत् पुनः प्रतिक्रमणं क्रियते ? इति प्रश्नोऽत्रोत्तरम् - पाक्षिकप्रतिक्रमणे पाक्षिकातिचारालोचनादर्वाग् यदि छिक्का जायते तदा सत्यवसरे चैत्यवन्दनादि पुनः कर्तव्यमिति वृद्धसम्प्रदायः ॥२-३५-८१।।
પ્રશ્ન:- પખ્ખી વગેરે પ્રતિક્રમણ કરતાં છીંક આવી હોય ત્યારે ક્યાંથી ક્યાં સુધી ફરીથી પ્રતિક્રમણ કરાય છે?
ઉત્તરઃ- પખ્ખી પ્રતિક્રમણ કરતાં પખ્ખી અતિચારની આલોચના પહેલાં જો છીંક આવે અને અવસર હોય તો ચૈત્યવંદનથી આરંભીને ફરીથી કરવું જોઈએ, આ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે. ૨-૩૫-૮૧
૪૬