________________
ઉત્તરઃ- ચોમાસામાં જિનમંદિરમાં સાધુ અને શ્રાવકોને કાજા લીધા પછી જ દેવવંદન કરવું યુક્તિયુક્ત છે. ૨-૪-૫)
तथा-जिनगृहे निशायां नाट्यादिकं विधेयं न वा? इति प्रश्नोऽत्रोत्तरम्जिनगृहे रात्रौ नाट्यादिविधेर्निषेधो ज्ञायते, यत उक्तम्-''रात्रौ न नन्दिर्न बलि- प्रतिष्टे न मज्जनं न भ्रमणं रथस्य । न स्त्रीप्रवेशो न च लास्यलीला, साधुप्रवेशो न तदत्र चैत्यम् ||१||'' किञ्च, क्वापि तीर्थादौ तत् (यत्) क्रियमाणं दृश्यते तत्तु कारणिकमिति बोध्यम् ||२-५-५१।।
પ્રશ્ન:- રાત્રિના સમયે જિનમંદિરમાં નાટારંભ વગેરે કરવા યોગ્ય છે કે નહિ?
ઉત્તર:- જિનમંદિરમાં રાત્રિના સમયે નાટારંભ વગેરે કરવાનો નિષેધ જણાય છે. કારણ કે કહ્યું છે કે
રાત્રિના સમયે નન્દિ, બલિ, પ્રતિષ્ઠા, સ્નાન, રથભ્રમણ; સ્ત્રીપ્રવેશ, નૃત્યલીલા અને સાધુનો પ્રવેશ જ્યાં થઈ શકતો નથી, તે શ્રી જિનમંદિર અત્રે છે.” વળી ક્યાંક તીર્થ વગેરેમાં જે કરાતું દેખાય છે તે કારણિક જાણવું. ૨-૫-૫૧
तथा- क्षणावसरे 'बइसणई ठाउं' इति कुर्वतां गमनं कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-क्षणावसरे 'बइसणइं ठाउं' इति मुख्यवृत्त्या तैरेव वक्तव्यं ये व्याख्यानं यावत् स्थातुकामा नान्यैरिति ।।२-६-५२।।
પ્રશ્ન - વ્યાખ્યાન સમયે બેસણે ઠાઉં' આ પ્રમાણે આદેશ માગીને બેસનારાઓને જવું કહ્યું કે નહિ? - ઉત્તર- વ્યાખ્યાન સમયે મુખ્યવૃત્તિએ કરીને “બેસણે ઠાઉં એ આદેશ તેઓએ જ માગવો જોઈએ કે જેઓ વ્યાખ્યાન સમાપ્ત થાય ત્યાં સુધી સ્થિરતાથી બેસનારા હોય, પરંતુ તેવી સ્થિરતા વિનાના બીજાઓએ એ આદેશ માગવો જોઈએ નહિ. ૨૬-પર .. तथा-सामान्यदिगम्बरगृहस्थानां गृहे रत्नत्रयादिमहोत्सवावसरे आत्मीयश्रेष्टिप्रभृतिश्राद्धानामदनाद्यर्थं गमनमुचितमनुचितं वा? इति प्रश्नोऽत्रोत्तरम्यथा विरोधवृद्धिर्न भवति तथा विधेयमिति तत्त्वं न त्वेकान्तवादः ||२-७-५३।।
પ્રશ્ન- સામાન્ય દિગંબર ગૃહસ્થોને ઘેર રત્નત્રયાદિ મહોત્સવ સમયે આપણા શ્વેતાંબરીય શેઠ વગેરે શ્રાવકોને ભોજન વગેરે માટે જવું ઉચિત છે, કે અનુચિત?
ઉત્તર:- આવા અવસરે વિરોધની વૃદ્ધિ જેમ ન થાય તેમ કરવું એ જ તત્ત્વ છે, એકાન્તવાદ નથી. ૨-૭-પ૩
૩૩