________________
અને શ્રી આચારાંગાદિમાં પણ આવાં કાર્યો-“શીતથી પીડાતા સાધુને જોઈને તન ' આગળ અગ્નિ જેમાં છે એવી સગડી લાવીને મૂકતાં તે કહે છે કે “મને આ કહ્યું નહિ, પરંતુ તમે તો પુણ્યના સમૂહનું ઉપાર્જન કર્યું,” ઈત્યાદિ શબ્દોથી સાક્ષાત્ અનુમોદન કરાયેલાં છે. અને જો એમ અનુમોદના ન કરાતી હોય તો શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા પ્લેચ્છોની પણ અનુમોદના કેવી રીતે કરાય? ઈત્યાદિ આગ્રહ રહિત બુદ્ધિથી વિચારવું.
(આ બે પ્રશ્નમાં મુકેલી ચાર બાબતોનું તાત્પર્ય શું સમજવું ?).
ઉત્તર - ત્રીજા, અને ચોથા પ્રશ્ન (ઈ-ઉ) ના ઉત્તર તો દ્વારા નેત્વપટ્ટમાંથી જાણી લેવા. વળી સવ્વ નિરWયં તસ'' ઈત્યાદિ વચન આપેક્ષિક હોવાથી એકાન્તવાદ નથી. અપેક્ષા મોક્ષ સ્વરૂપ ફલાભાવની છે, તે જાણવું. વળી મહાનિશીથ સૂત્રના પ્રસિદ્ધ આલાવાના આધારે એકાન્ત પરપાલિકોએ કરેલ શુભ અનુષ્ઠાનની પ્રશંસાનો પ્રતિષેધ કરવો તે પણ સંગત નથી. કારણકે તે જ આલાવાના 'હિમુમુદ્ધપરિસી-માય(૫)સતાની' -આ વચનથી ધર્મસન્મુખ થએલ અત્યંત ભોળી ભદ્રિક પર્ષદા વિશેષમાં જ પરપાલિકોએ કરેલ શુભ અનુષ્ઠાનની પ્રશંસાનો નિષેધ કર્યો છે, પરંતુ સામાન્ય પર્ષદાને આશ્રીને નિષેધ કર્યો નથી. વળી આ વિષયમાં તર્ક પ્રતિતર્ક વગેરે ઘણું કહેવા યોગ્ય છે. તે તો પ્રસંગે ભેગા થઈએ ત્યારે જ ઠીક લાગે છે. ૧-૪-૪૩ . ટિપ્પણ-૨૭. બતાવ ના નોસિસ, ચરપરિવા, ઉમો ની | जा सहसारो पंचिंदितिरिअ जा अच्चुओ सड्ढा ||१११।।
(સંગ્રહણી ટીકા, પૃ. ૫૭૧) ભાવાર્થ:- મૂલ, કદ અને ફલનો આહાર કરનારા વનવાસી તાપસો ઉત્કૃષ્ટથી જ્યોતિષ દેવલોક સુધી જઈ શકે છે, ધાટિ ભિક્ષાચરો, અને કપિલમતાનુયાયિ પરિવ્રાજક પાંચમા બ્રહ્મદેવલોક સુધી જઈ શકે છે, સમ્યક્ત્વ-દેશવિરતિ ધારણ કરનારા પંચેન્દ્રિય તિર્યંચા હસ્તિ આદિ આઠમા સહસાર દેવલોક સુધી જઈ શકે છે અને દેશવિરતિમત્ત મનુષ્યો બારમા અર્ચ્યુત ઊર્ધલાક સુધી જઈ શકે છે.'
ટિપ્પણ-૨૮. ગ્રંથિદેશ, જીવના ગાઢ રાગ ૮પના પરિણામ રૂપ છે. અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણ કરીને ગ્રંથિદેશ સુધી આવી શકે છે, પરંતુ ગ્રંથિનો ભેદ કરી શકતા નથી; જ્યારે ભવ્ય જીવો ઉત્તરોત્તર શુભ અધ્યવસાયમાં ચઢતા અપૂર્વકરણથી
ગ્રંથિના ભંદ કરી સમ્યક્ત્વાદિ ગુણોના ભાજન થાય છે. तथा-दाघज्वरी कश्चिदनशनं कृत्वा रजन्यामपि जलपानं विधत्ते? यद्वा तद्भियाऽनशनमेव न करोति? किं वाऽनशनी श्राद्धो दिवापि सचित्तमचित्तं वा जलं पिबति? इति प्रश्नोऽत्रोत्तरम्-रात्रौ सर्वथा जलत्यागाशक्तेन तेनाहारत्याग-रूपमनशनं तु विधेयभेवेति ज्ञातमस्ति । तथानशनिना श्राद्धनाचित्तमेव जलं पेयं तदप्युष्णमेवेति ।।१-४४!!