________________
(૧૧) શ્રમણભૂત પ્રતિમા:- તે અગીઆર મહિના સુધી અસ્ત્રાથી જેનું મસ્તક મુંડાવેલું હોય અથવા લોચ કરેલો હોય એવો શ્રમણોપાસક રજોહરણ, પતáહ વગેરે સર્વ સાધુનાં ઉપકરણો ગ્રહણ કરીને મહીતલને પાવન કરતાં સાધુની જેમ વિચરે, અર્થાત્ સાધુવતું અનુષ્ઠાના સેવે અને ભિક્ષા માટે ગૃહસ્થોને ત્યાં જાય ત્યારે કહે કે-‘પ્રતિમાંધારી શ્રમણોપાસકને ભિક્ષા આપો,’ આ પ્રમાણે ધર્મ-શરીર ટકાવવા માટે ભિક્ષા લાવે અને વાપરે, આ પ્રમાણે પ્રાસુક અને એષણીય આહાર જેમાં વાપરે, તથા જેમાં પોતાની મમતા નાશ થઈ ન હોય તો સ્વજનોને જોવા માટે સ્વજનોની વસતિમાં પણ જઈ શકે તથા ત્યાં પણ સાધુવતું રહે, એવા અનુષ્ઠાનરૂપ આ પ્રતિમા છે.
આ પ્રમાણે અગીઆરે પ્રતિમાઓનો કોલ ઉત્કૃષ્ટથી પાા વર્ષનો છે, પરંતુ જ્યારે મરણ નજીક હોય અથવા દીક્ષા લેવી હોય ત્યારે જઘન્યથી અન્તર્મુહૂર્તનું કાલમાન પણ કહેલું છે. આ પ્રતિમાઓમાં ઉત્તરોત્તર પ્રતિમાના અનુષ્ઠાન સાથે પૂર્વ પૂર્વ પ્રતિમાઓનું અનુષ્ઠાન આચરણીય છે. આવશ્યકચૂર્ણિમાં ૫ થી ૧૧ મી પ્રતિમા સુધી કુલ ૭ પ્રતિમાનું પ્રકારાન્તરે નિરૂપણ કરેલું છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે સ્થલ, તેમ જ શ્રી પ્રવચન સારોદ્ધાર પૃ. ૨૯ર આદિથી જોઈ લેવું. હવે વિચારવાનું એ છે કે “શ્રમણોપાસકની શાસ્ત્રોક્ત જે અગીયાર પ્રતિમા છે તેની હાલ પ્રવૃત્તિ કેમ નથી? ઉત્તર એ જણાય છે કે- ખરતરો કહે છે તેમ શ્રાવક પ્રતિમા ધર્મનો વિચ્છેદ નથી, પરંતુ પ્રતિમાનું પાલન કઠીન હોવાથી અને પ્રતિમા પાલન યોગ્ય અવિચલ સત્ત્વ નહિ હોવાથી હાલ પ્રતિમા પાલનની પ્રવૃત્તિ જણાતી નથી. જે આત્મા અવિચલ સત્ત્વશાલી હોય એ આત્મા માટે પ્રતિમા પાલન કઠીન નથી.
तथा-कुलगुरुतादिसम्बन्धेन समागतानां दर्शन्यादीनामपि (अन्नादि दातुं कल्पते न वा)? इति प्रश्नोऽत्रोत्तरम्--- एवं कुलगुरुतादिसम्बन्धेनागतानां लिङ्गिनां (અનુષ્પવિના) વાતું વતે ૧-૨૨ાા
પ્રશ્નઃ- કુલગુરુના સંબંધથી ઉતરી આવેલા અન્યદર્શની-બ્રાહ્મણાદિકને અડ્યાદિ આપવું કહ્યું કે નહિ?
ઉત્તરઃ- ઉપર પ્રમાણે સમજવું, અર્થાત્ તેઓને ગુરુબુદ્ધિથી નહિ પરંતુ અનુકંપા વગેરે હેતુથી આપવું કલ્પી શકે છે. ૧-૨૨
तथा-नवमप्रतिमादिषु देशावकाशिकं कर्तुं युज्यते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-नवमप्रतिमादिषु देसावकाशिकस्याकरणमेव प्रतिभाति ।।१-२३।।
પ્રશ્નઃ- નવમી પ્રતિમાદિમાં દેશાવકાશિક કરી શકાય કે નહિ? ઉત્તર- નવમી પ્રતિમાદિમાં દેશાવકશિક ન જ કરવું ઠીક લાગે છે. ૧-૨૩
तथा-क्वचिल्लिखितविधौ "दशमप्रतिमायां कर्पूरवासादिभिर्जिनानां पूजा कर्तव्या'' इति लिखितमस्ति, तद्विषये कियतीः प्रतिमा यावच्चन्दनपुष्पादिभिः