________________
તે લેપ નામનાં ગૃહપતિ નિરંતર સાધુઓની ઉપાસના કરતો હોવાથી શ્રમણોપાસક, જીવાજીવાદિ તત્ત્વોને જાણકાર, આર્હત પ્રવચનમાં દેશ અને સર્વ શંકા રહિત અર્થાત્-``તરેવ સત્યં નિ:શું પ્નિને: પ્રવેવિતમ્' જે જિનેશ્વર કહ્યું છે તેજ સાચું અને શંકા વિનાનું છે-આવા અધ્યવસાયવાળો, અન્યાન્ય દર્શનને ગ્રહણ કરવાની ઈચ્છા વિનાનો, ધર્મના ફલમાં સંશય કિંવા મુનિ પુંગવાનાં મલિન ગાત્ર વસ્ત્ર દેખી જુગુપ્સા નહિ કરનારો, આથી જ લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પૃષ્ટાર્થ, વિનિશ્ર્ચિતાર્થ, અભિગતાર્થ, હાડોહાડ અને રગેરગમાં ધર્મના રાગથી રંગાએલો, અર્થાત્ અત્યન્ત રીતીએ જેનું ચિત્ત સમ્યક્ત્વથી વાસિત છે એવો હતો. એજ વસ્તુને પ્રગટ કરતા સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે-જે કોઈ લેપ ગાથાપતિને ધર્મનું સર્વસ્વ પૂછે તેને લેપ ગાથાપતિ જણાવતા કે
ભો આયુષ્મન્ ! આ નિગ્રંથ પ્રવચન સદ્ભૂતાર્થને કહેના૨ છે અને એજ કષ, છેદ અને તાપાદિ પરીક્ષાથી શુદ્ધ છે માટે પરમાર્થ રૂપ છે, પરંતુ લૌકિક તીર્થિકોએ પરિકલ્પેલો ધર્મ અનર્થરૂપ છે. હવે સૂત્રકા૨ લેપ શ્રમણોપાસકના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી પ્રગટ થયેલ ગુણોનું ભાન કરાવતાં ફરમાવે છે કે– તે પ્રખ્યાત નિર્મલ યશવાળો, અભંગ દ્વારવાળો, જે સ્થાનમાં અન્ય જનો પ્રવેશ ન કરી શકે તેવા ભાંડાગાર-અન્તઃપુર વગેરે સ્થાનોમાં, અસ્ખલિત પ્રવેશવાળો, તેમજ આઠમ ચૌદશ મહાકલ્યાણ સંબંધિતયા પુણ્યતિથિ તરીકે પ્રસિદ્ધ અમાવાસ્યા અને ચોમાસાની ત્રણ પૂનમો આદિ ધર્મદિવસોમાં અતિશયે કરીને આહાર-શરીરબ્રહ્મચર્ય તથા વ્યાપાર વર્જનરૂપ સંપૂર્ણ પૌષધ વ્રતને સેવતો સંપૂર્ણ શ્રાવકધર્મનું અનુપાલન કરતો થકો રહે છે.’”
આમાં ચોમાસા સંબંધી ફક્ત ત્રણ જ પૂનમો ગ્રહણ કરેલી છે. બધી પૂનમો વગેરેનું ગ્રહણ નથી કર્યું, એ કારણથી ઉપરનો પ્રશ્નોત્તર થયેલો જણાય છે.
तथा-महाविदेहेषु कल्याणकतिथ्यादिकमिदमेव, अन्यद्वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-महाविदेहेषु कल्याणकतिथ्यादिकमिदमेवेति न संभाव्यते, यदाऽत्रत्यतीर्थकृतां च्यवनादिकल्याणकं तंदा तंत्र दिवससद्भावात् । तत्प्रतिपादकान्यक्षराण्यपि नोपलभ्यन्ते ॥१-१७।।
પ્રશ્ન:- મહાવિદેહ ક્ષેત્રમાં કલ્યાણક તિથિ આદિ ભરતક્ષેત્રની જેમજ છે કે બીજી રીતે છે?
ઉત્તરઃ- મહાવિદેહ ક્ષેત્રમાં આ જ ક્લયાણક તિથ્યાદિ હોય એમ સંભવતું નથી. કારણ કે—જ્યારે અહીંના તીર્થંકરોનું ચ્યવનાદિ કલ્યાણક હોય છે ત્યારે ત્યાં દિવસ હોય છે, વળી આ વસ્તુને જણાવનાર અક્ષરો પણ દેખાતા નથી. ૧-૧૭
तथा - षाण्मासिकयोगोद्वाहकानां षदिवसाधिकैर्वा षड्दिवसहीनैर्वा षण्मासैरालोचना दीयते ? यदि चाधिकैस्तदानीमस्वाध्यायसम्बन्धिद्वादशदिनक्षेपवच्चातुर्मासिकाऽस्वाध्यायदिनचतुष्टयमपि कथं न निक्षिप्यते ? तथा च दशदिनाधिकाः षण्मासा भवन्तीति कथमालोचनाविधिः ? इति प्रसाद्यम् इति प्रश्नोऽत्रोत्तरम् - षाण्मासिकयोगवाहिनां षदिवसाधिकैः षण्मासैरस्वाध्यायदिनगणनानिरपेक्षमेवालोचना दातव्येति वृद्धसंप्रदाय इति ।।१-१८||
૧૨