________________
ઉત્તરઃ- દિગંબરાદિ ૧૦માંથી જે કોઈ સાધુઓને વન્દન, પૂજન, ભાત, પાણી અને વસતિનું દાનાદિ કરે છે, તેને ફલ શુભજ થાય છે, અને જે વિપરીત કરે છે તેને ફલ અશુભ જ થાય એમ જણાય છે. ૧-૫
ટિપ્પણ-૮.
સ્વતીર્થિક દિગંબરાદિ દશ કોણ અને તેની ઉત્પત્તિ કોનાથી તથા કઈ સાલથી થઈ તેની ટુંકમાં માહીતી આ પ્રમાણે છે—
૧ દિગંબર, ૨ પૌર્ણિમીયક, ૩ ખરતર, ૪ આંચલિક, ૫ સાર્ધ પૌર્ણિમીયક, ૬ આગમિક, ૭ લુંપક, ૮ કડવામતિ, ૯ બીજ અને ૧૦ પાયચંદ, આ દશ નામ છે.
તેમાં—
-
૧ દિગંબર – ભગવાન મહાવીરના નિર્વાણથી ૬૦૯ વર્ષે શિવભૂતિ-અપરનામ સહસ્રમલ્લથી આ મત નીકળ્યો છે, જેણે કેવલીના કવલાહારનો, સ્ત્રીની મુક્તિનો અને સાધ્વી સંઘ ઈત્યાદિક અનેક વસ્તુઓનો અપલાપ કર્યો છે.
૨ પૌર્ણિમીયક આ મત ભગવાન મહાવીરથી ૧૬૨૯ વર્ષે અને વિક્રમથી ૧૧૫૯ વર્ષે ચંદ્રપ્રભાચાર્યથી ઉત્પન્ન થયો છે, જેણે સ્વકપોલ કલ્પનાથી સનાતન
ચતુર્દશીની પખ્ખીનો નિષેધ કરી પૂનમની પખ્ખી ઈત્યાદિક ઉત્સૂત્રો ખડાં કર્યાં છે.
૩ ખરતર - આ મત વિક્રમથી ૧૨૦૪ વર્ષે જીનદંત્ત આચાર્યથી જન્મ્યા છે, જે પર્વ વિનાની સામાન્ય તિથિમાં પૌષધ, તેમજ સ્ત્રીને માટે જિનપૂજાનો નિષેધ, ભગવાન મહાવીરનાં પાંચને બદલે છ કલ્યાણક, ઈત્યાદિ અનેક સૂત્રોત્તીર્ણ માન્યતાઓ માને છે.
હવેના જે ત્રણ મતો કહેવાય તે પૌર્ણમીયકમાંથીજ કોઈ કારણસર નીકળેલા છે, તે આ—
૪ અંચલિક - વિક્રમથી ૧૨૧૩ વર્ષે પુનમીયા નરસિંહથી આ મતનો જન્મ થયો છે, જેણે મુહપત્તિનો નિષેધ કરીને સામાયિકાદિ ક્રિયામાં વસ્ત્રના છેડાથી પૂંજવું ઈત્યાદિ પ્રરૂપણા કરી છે.
૫ સાર્ધ પૌર્ણિમીયક - આ મત વિક્રમથી ૧૨૩૬ વર્ષે પુનમીયા સુમતિસિંહથી જન્મ્યો છે. અને તેણે ફલપૂજા વગેરેનો નિષેધ કર્યો છે.
૬ આગમિક - આ મત વિક્રમથી ૧૨૫૦ વર્ષે પુનમીયા ગચ્છમાંથી નીકળેલા શીલગાન અને દેવભદ્રથી જન્મ્યો છે. તેણે શ્રુતદેવતાની સ્તુતિ ઉડાવીને ત્રણ સ્તુતિનું પ્રતિપાદન કર્યું છે.
૭ લુંપક - આ મત વિક્રમથી ૧૫૦૮ વર્ષે લુંપક લહીયાથી જન્મ્યો છે. તેણે જિન પ્રતિમાનો નિષેધ કરીને પોતાની ઓલાદને કલંકિત કરી છે.
નીચે કહેલ ૩ મતો પ્રાયઃ કરીને આચાર્યદેવ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની વિદ્યમાનતામાં જન્મ્યા હોય એમ જણાય છે—
૮ કડવામતિ – આ મત વિક્રમથી ૧૫૬૪ વર્ષે કટુક ગૃહસ્થથી જન્મ્યો છે. તેણે ‘હાલ ગુરુઓમાં ગુરુપણું રહ્યું નથી, માટે ખરા ગુરુ કોઈ છે જ નહિ.' એટલે દ્વિવિધ સંઘ--શ્રાવક, શ્રાવિકા રૂપ પ્રરૂપીને ઉત્સૂત્ર પ્રરૂપણા કરી છે.
૯ બીજ આ મત વિક્રમથી ૧૫૭૦ વર્ષે લુંપક વૈષધર ભૂનઉના શિષ્ય બીજથી જન્મ્યો છે, જે મત પ્રતિમા સિવાય સધળી માન્યતામાં લુંપકમતનું અનુકરણ કરનાર છે.
૬