________________
૮૯ કરંબાદિમાં નાખેલું સચિત્ત જીરૂં અચિત્ત થાય કે નહિ ?
૯૦ ગાંઠો છેદી નાંખી હોય એવા શેરડીના ટુકડા ચિત્ત કે અચિત્ત ? ૯૧ સામાયિકમાં પૌષધ લેવાય કે નહિ ?
૯૨ માલવી ઋષિ વગેરેની રચેલી સજ્ઝાય માંડલીમાં કહેવી કલ્પે ? ૯૩ સાધુએ અનુપયોગથી સચિત્ત મીઠું ગ્રહણ કર્યુ હોય પછી જાણવામાં આવે તો શું કરવું ?
૯૪ દેવીઓને મનથી મૈથુન સેવનારા દેવોની ભોગેચ્છાનું જ્ઞાન કેવી રીતે થાય ? ૯૫ ઉપધાન અને માલારોપણ કરવાનું શું પ્રયોજન છે. ? અને તે કયા શાસ્ત્રમાં કહ્યું છે ?
૯૬ કેવી સ્થાપેલી સ્થાપના ક્રિયાશુદ્ધિના કારણભૂત થાય ?
૯૭ ઔદારિક અને આહારક દેહના અંતરાલવર્તિ જીવપ્રદેશો આહારી કે અણાહારી ? આહારી છે તો બેમાંથી કયા શરીરથી ગ્રહણ કરાયેલ આહાર વડે આહારી છે ?
૯૮ સિદ્ધોના આકારની સંભાવના થઈશકે કે નહિ ?
૯૯ નાગિલે દુષ્ટ સાધુઓનો ત્યાગ કર્યો તે માર્ગાનુકૂલ કે નહિ ? ૧૦૦ અલ્પ આયુષ્યવાળા બ્રહ્મદત્તે દિગ્વિજય કેવી રીતે કર્યો ? ૧૦૧ સ્ત્રીરત્નના સ્પર્શથી લોહ પુરુષ ગળી જાય છે તે કેવી રીતે ? ૧૦૨ એક આકાશ પ્રદેશને વિદિશામાં રહેલ પ્રદેશની સ્પર્શના કેમ કહી નથી ? ૧૦૩ તીર્થંકરોના સાધુઓની સંખ્યા સામાન્યથી કહેલી છે કે વિશેષથી ? ૧૦૪ ચક્રવર્તી વૈક્રિય શરીરથી સ્ત્રીને ભોગવે તો સંતાન થાય કે નહિ ? ૧૦૫ ૧૪ નિયમમાં અણાહારી ત્રિફલા વગે૨ે મુખમાં નાખવામાં આવે તો તે દ્રવ્યમાં ગણાય કે નહિ ?
૧૦૬ ગંઠસી પચ્ચખ્ખાણમાં અણાહારી વસ્તુ વપરાય કે નહિ ? ૧૦૭ “વ્વરથિ” શબ્દનો અર્થ શો છે ?
૧૦૮ ચોમાસામાં વિજયાદશમી પહેલાં કારણે વડી દીક્ષા અપાય કે નહિ ?
૧૦૯ પૂનમ અને અમાસની વૃદ્ધિમાં પહેલી આરાધવી જોઇએ કે બીજી ?
૧૧૦ અન્યદર્શનીનાં ધર્માનુષ્ઠાન અનુમોદાય કે નહિ ?
૧૧૧ યોગના દિવસો બાકી હોય અને વડી દીક્ષા આપ્યા પછી બીમારીના કારણે છ મહીના પસાર થઇ જાય તો કેવી રીતે અને કોણ દીક્ષા આપે ?
૧૧૨ આચાર્યાદિ સાધુઓને વાચના કયા ક્રમથી આપે ?