________________
પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પણ હારી વિનંતિને ધ્યાનમાં લઈ તપાસી આપ્યો છે. અને તેઓશ્રીની સુચનાથી અમુક અમુક સ્થળો સુધારી શકાયાં છે, તે માટે ગચ્છાધિપતિનો પણ ઉપકાર ભૂલી શકું તેમ નથી.
પ્રાન્ત આ અનુવાદમાં સર્વપ્રકારની શક્ય કાળજી રાખવા છતાં મતિમન્દતા તેમજ પ્રેસદોષથી જે મારી કાંઈ સ્કૂલના થઈ હોય તે બદલ મિથ્યાદુષ્કત માગીને આ પ્રયાસને સફળ બનાવવા સારુ સજ્જનોને વિનંતિ કરતો અત્રે હું વિરમીશ.
આચાર્યદેવ વિજયજંબુસૂરીશ્વરચરણસેનામકરન્દમધુવ્રત
મુનિ ચિદાનંદવિજય.
જૈન સોસાયટી, ભરતનિવાસ.
રાજનગર. વિક્રમ સં. ૧૯૯૯ આસો વદ અમાસ, ગુરૂવાર દિપમાલિકા પુણ્ય પર્વ.