________________
ઉત્તરઃ- સુઝે છે એમ જાણવું. ૩-૧૧૪-૨૧૮
तथा-संसारे वसन्नेकजीव इन्द्रत्वं चक्रित्वं वासुदेवत्वं च कति वाराँल्लभते ? इति प्रश्नोऽत्रोत्तरम् - इन्द्रत्वादिलब्धेः संख्या क्वाप्यागमे दृष्टा न स्मरतीति ||રૂ-૧૧૬-૨૧૬||
પ્રશ્નઃ- સંસારમાં રહેતો એક જીવ ઈંદ્રપણું, ચક્રિપણું અને વાસુદેવપણું કેટલી વાર પ્રાપ્ત કરી શકે છે?
ઉત્તરઃ- ઈંદ્રત્યાદિ લબ્ધિની સંખ્યા કહેલી કોઈ પણ આગમમાં જોઈ હોય એમ યાદ આવતું નથી. ૩-૧૧૫-૨૧૯
तथा - संप्रति ये इन्द्रास्सन्ति ते सर्वेऽप्येकावतारिणो न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - संप्रति ये इन्द्रास्सन्ति तेषां मध्ये केचनैकावतारिणो न सर्वे કૃતિ IIZ-૧૧૬-૨૨૦૧]
પ્રશ્નઃ- હાલ જે ઈંદ્રો છે તે સઘળાએ એકાવતારી છે કે નહિ? ઉત્તરઃ- હાલ જે ઈંદ્રો છે તેઓની અંદર કેટલાએક એકાવતાર્રી છે, પરંતુ બધા નથી. ૩-૧૧૬-૨૨૦
तथा-नारदाः सर्वे तद्भव एव मुक्तिगामिनो भवान्तरे वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - नारदाः केचन तद्भवे मोक्षगामिनाः केचन भवान्तरेऽपीति ज्ञेयमिति ||૩-૧૧૭-૨૨૧૦૦
પ્રશ્નઃ- સઘળા નારદો તે ભવમાં જ મોક્ષે જનારા હોય છે કે અન્ય ભવમાં? ઉત્તરઃ- કેટલાએક નારદો તે ભવમાં મોક્ષે જનારા હોય છે, અને કેટલાએક નારદો બીજા ભવમાં પણ મોક્ષે જનારા હોય છે, એમ જાણવું. ૩-૧૧૭-૨૨૧ अथ पण्डितनाकर्षिशिष्यगणिसूरविजयकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथापाक्षिकादिषु ये चतुर्थादि तपो न कुर्वन्ति तेषां किं प्रायश्चित्तमुतानन्तसंसारित्वं भवति? इति प्रश्नोऽत्रोत्तरम् - पाक्षिकादिषु चतुर्थादि तपः कारणाभावे न कुर्वन्ति तेषां प्रायश्चित्तं भवति, परमनन्तसंसारित्वं न भवतीति ॥ ३-११८-२२२।। પ્રશ્નકાર પંડિત શ્રીનાકર્ષિના શિષ્ય ગણિ સૂરવિજય
પ્રશ્ન:- પખ્તી આદિમાં જેઓ ઉપવાસ આદિ તપ કરતા નથી, તેઓને શું પ્રાયશ્ચિત્ત આવે કે અનન્તસંસારીપણું પ્રાપ્ત થાય?
ઉત્તરઃ- જેઓ કારણ ન હોવા છતાં પણ પખ્તી આદિમાં ઉપવાસ વગે૨ે તપ કરતા નથી, તેઓને પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ અનન્તસંસારીપણું પ્રાપ્ત થતું નથી. ૩-૧૧૮-૨૨૨
तथा - रावणस्य हारः परिपाट्यागतो बालत्वे तस्य देवेन समर्पितो वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - रावणस्य हारः परिपाट्यागतोऽस्तीति ।।३-११९-२२३॥
૧૦૪