________________
જીવોના સંખ્યાતા ભવો કહ્યા હોવા છતાં ઐતિહાસિક દૃષ્ટિએ ૨૪ ભવો લેવાય છે તેમ આ વિષયમાં ઐતિહાસિક પ્રમાણ જ સ્વીકારવું, કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ અક્ષર દેખાતા નથી. વળી જુનાં પાનામાં સ્પષ્ટ પ્રમાણના અક્ષરો પણ દેખાય છે, તે આ રીતે છે –“સર્વાર્થસિદ્ધ વિમાનમાં વચમાં ૧ મોતી ૬૪ મણ પ્રમાણનું છે, તેની ફરતાં વલયાકારે ૩ર મણ પ્રમાણનાં ૪ મોતી છે, એવી રીતે અડધા અડધા વજનનાં આઠ વલયો જ્યારે વાયુની લહરીથી પૃથગુ થઈને મુખ્યમોતીમાં અફલાય છે ત્યારે તે વિમાન મધુરશબ્દોના નાદથી અદ્વૈતમય થાય છે, ઈત્યાદિ. તેમજ પંડિત પદ્મવિજય ગણિની પાસે પણ સિદ્ધપ્રાભૃત પયજ્ઞામાં આ જ પ્રમાણે છે. એમ નહિ કહેવું કે –“આ પ્રમાણ શ્રદ્ધા કરાય તેવું નથી,' કારણ કે તેવા પ્રકારના ગ્રન્થનો વિચ્છેદ હોય છતાં પણ સિદ્ધાન્તને અનુસરતા અર્થની જો શ્રદ્ધા કરવામાં ન આવે તો મિથ્યાત્વ લાગે છે. એમ પણ ન કહેવું કે “આ માન સર્વાર્થસિદ્ધિમાં હશે, નન્દીશ્વર વગેરેમાં નહિ હોય. કારણ કે (ત્યાંને માટે પણ) પાઠ સરખો છે. પાઠ સરખો હોય ત્યારે ઓછાવત્તાપણું હોય તેથી દોષ લાગતો નથી, જેમ 'હંમUT રાઢિાઈ'' આ પાઠ બધા તીર્થકરોના જન્મમાં સરખો છે, ત્યાં સૌના ગર્ભદિવસોમાં ઓછાવત્તાપણું પણ છે. આમ હોવા છતાં પણ કેટલાકો આવું બોલનારાઓને નિહ્નવ કેમ કહે છે? અને આપ શું જણાવો છો? આ પ્રમાણેની જિજ્ઞાસામાં આપ જ પ્રમાણભૂત છો.
ઉત્તરઃ- સર્વાર્થસિદ્ધ વગેરે વિમાનોમાં મોતીઓનાં પ્રમાણને આશ્રયીને વૃદ્ધવાદના અનુસારે, છુટા પાનાના અનુસાર, અને ભુવનભાનુકેવલિ ચરિત્રના અનુસાર ૬૪ મણ પ્રમાણ જણાય છે. વળી કુંભના પ્રમાણમાં વિચિત્રતા ઉપલબ્ધ થાય છે તેથી આ અર્થમાં અંગ્રહ બુદ્ધિ નહિ કરવી. ૩-૬૦-૧૬૪ ___ . अथ पण्डितजिनदासगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा. नव नारदाः कुत्र कस्य वा पार्चे सम्यक्त्वं प्राप्ताः? कियन्तश्च स्वर्गेऽपवर्गे च कियन्तों गताः? इति प्रश्नोऽत्रोत्तरम्-नारदगत्यादिकमाश्रित्य कश्चित्स्वर्गे कश्चिन्मोक्षे, परं सर्वेषां व्यक्तिः क्वचिदपि न दृश्यत इत्यवसेयम् ।।३-६१-१६५।।
આ પ્રકાર પંડિત શ્રી જિનદાસ ગણિ પ્રશ્ન- નવ નારદોએ ક્યાં અને કોની પાસે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું? અને તેમાંથી સ્વર્ગે કેટલા ગયા અને મોક્ષમાં કેટલા ગયા?
ઉત્તર- નારદોની ગતિ આદિ આશ્રયીને કોઈ દેવલોકમાં અને કોઈ મોક્ષમાં ગયા છે, પરંતુ અમુક સ્વર્ગમાં કે અમુક મોક્ષમાં એમ તે સર્વની સ્પષ્ટ હકીકત કયાંય પણ દેખાતી નથી, એમ જાણવું. ૩-૬૧-૧૬૫
૮૩