________________
સુધી રહેશે? ત્યારે અમાત્યે કહ્યું કે –“આ અવસર્પિણી સુધી રહેશે એમ કેવલી જિનો પાસેથી મારા સાંભળવામાં આવ્યું છે.' તથા આ સંબંધે સિદ્ધાન્તના અક્ષરો બતાવો એમ જો કોઈ કહે તો જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ વગેરેમાં સુષમાસુષમા વગેરે આરાના વર્ણનમાં વાવ, દીધેિકા, કાંસુ વગેરે ધાતુ ઈત્યાદિ કૃત્રિમ પદાર્થનો સદ્ભાવ બતાવ્યો છે, તે અધિકાર દેખાડવો. ૩-૫૧-૧૫૫
तथा-कुहणाशब्देन भूमिस्फोटा व्याख्याताः सन्ति जीवाभिगमसूत्रे प्रत्येकवनस्पत्यधिकारे, जीवविचारे तु साधारणमध्ये भूमिस्फोटाः कथमुक्ताः? इति प्रश्नोऽत्रोत्तरम-कहणाशब्देन भूमिस्फोटा व्याख्यातास्सन्ति प्रत्येकवनस्पत्यधिकारे जीवाभिगमसूत्रे, जीवविचारे तु साधारणमध्ये भूमिस्फोटा उक्तास्सन्ति, अत्रार्थे तत्त्वं तत्त्वविद्वेद्यमिति बोध्यम् ||३-५२-१५६।।..
પ્રશ્ન:- જીવાભિગમ સૂત્રમાં પ્રત્યેક વનસ્પતિના અધિકારમાં કુહણા શબ્દનો અર્થ ભૂમિસ્ફોટ કહ્યો છે, તો પછી જીવવિચારમાં ભૂમિસ્ફોટોને સાધારણ વનસ્પતિની અંદર કેમ કહ્યા છે?
ઉત્તરઃ- જીવાભિગમ સૂત્રમાં પ્રત્યેક વનસ્પતિના અધિકારમાં કુહણા શબ્દથી ભૂમિસ્ફોટ કહ્યા છે, જીવવિચારમાં ભૂમિસ્ફોટ વનસ્પતિને સાધારણની અંદર ગણાવેલ છે. આ વિષયમાં તત્ત્વ શું છે તે તત્ત્વવિદ્ જાણે એમ જાણવું. ૩-પર-૧પ૬
. तथा-विमानानामन्तराले भूमिरस्ति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-सा नास्तीति विज्ञायते, यतो भगवत्यादौ नरकसत्काः सप्त ईषत्प्राग्भारा चैकेत्यष्टेव पृथिव्य उक्तास्सन्तिः, यदि स्वर्गेऽपि साऽभविष्यत्तदाऽधिकाऽप्युक्ताऽभविष्यदिति ||३-५३-१५७।।
પ્રશ્ન:- વિમાનોના આંતરામાં ભૂમિ છે કે નહિ?
ઉત્તર- ભૂમિ નથી, એમ જણાય છે. કારણ કે ભગવતીજી વગેરે સૂત્રોમાં નરક સંબંધી સાત અને એક ઈષત્ પ્રાગભારા એમ આઠ જ પૃથ્વી કહેલી છે. જો સ્વર્ગમાં પણ પૃથ્વી હોત તો શાસ્ત્રમાં અધિક પણ કહી હોત. ૩-૫૩-૧૫૭
तथा-''दिव्वं तेयलेसं असहमाणे'' त्ति भगवतीषोडशशतकपञ्चमोद्देशकप्रान्ते तवृत्तौ-इह किल शक्रः पूर्वभवे कार्तिकाभिधानोऽभिनवश्रेष्ठी बभूव, गङ्गदत्तस्तु जीर्णश्रेष्ठीति । एतौ मुनिसुव्रतजिनपार्थे प्रव्रजितौ । वन्दारुवृत्तौ तु विशालायां श्रीमहावीरकायोत्सर्गाधिकारे जीर्णश्रेष्ठ्यभिनवश्रेष्ठिनाविति तौ कौ? इति प्रश्नोऽत्रोत्तरम्-''दिव् तेयलेसं असहमाणे'' एतत्सूत्रवृत्तौ यौ जीर्णश्रेष्ट्यभिनवश्रेष्ठिनौ श्रीमुनिसुव्रतस्वामिपार्श्वे प्रव्रजितौ तावन्यौ । वृन्दारुवृत्तौ तु विशालायां यौ जीर्णश्रेष्ठ्यभिनवश्रेष्ठिनौ प्रोक्तौ तौ भिन्नावेव ज्ञायेते, तेनात्र कः संशयः? ||३-५४-१५८||
....auloli