________________
908
હૃદય નયન નિહાળે જગધણી
જ પરમાર્થથી પરોપકાર છે. તેના જેવો અન્ય કોઇ પરોપકાર હોય તેમ સંભવતું નથી. પ્રાણીને સન્માર્ગ પ્રાપ્ત થઇ ગયો હોય તો તે સન્માર્ગ જન્માંતરમાં પણ પોતાને આંતરા વગર કે અગવડ વગર મળી શકે એવી જેની અભિલાષા હોય, તેણે ઉપર જણાવ્યો છે; તેવા પ્રકારનો પરોપકાર કર્યા કરવો. કારણકે પરોપકારનો સ્વભાવ જ એવો છે કે તે કરનાર પ્રાણી જન્માંતરમાં ઉત્તરોત્તર વધારે સારા માર્ગનો સંયોગ પ્રાપ્ત કરે છે અને તેનો આદર કરે છે.
આ વિષયમાં સિદ્ધાન્ત દિવાકર આ.વિ. જયઘોષસૂરિજી મહારાજા લખે છે કે-પરોપકાર કરવાની શક્તિ હોવા છતાં, જે આત્માઓ પરોપકાર કરતા નથી, તે પોતાના હાથે એવા અંતરાય કર્મો બાંધે છે કે જેના ઉદયે ભવાંતરમાં ઉપકાર કરનાર અનેક આત્માઓ વિદ્યમાન હોય, જેના દ્વારા અનેક ઉપર ઉપકાર થતો હોય છતાં પોતાના ઉપર જ ઉપકાર થતો નથી. મોટા મોટા દાતારોને પણ તેના પાપકર્મના ઉદયે આપવાનું મન થતું નથી અને કદાચ કોઇ આપે તો બીજો તરત જ તમાચો મારી પડાવી લે છે. જેને દાનાંતરાયનો ઉદય હોય તે દાનાંતરાયને તોડવાનો પુરુષાર્થ ન કરે તો પ્રત્યેક સમયે તે લાભાંતરાય કર્મને બાંધે છે.
જ્યારે શક્તિ મુજબ ઊંચીકોટિનો પરોપકાર કરવાથી અંતરાયો નાશ પામે છે. વિવેક અને કાર્યશક્તિ પ્રબળ થાય છે અને તેથી બહુલતા પોતાને ક્યારે પણ બીજાના ઉપકારની જરૂર જ ન પડે તેવી સ્થિતિ સર્જાય છે અને કદાચ નિકાચિત કર્મના ઉદયે ક્યારેક જરૂર પડે તો તેને સહાય માંગવા જવી પડતી નથી. ઉપકાર કરનારા સામેથી મળી આવે છે.
ભવોભવ આ રીતે ઉપકાર કરતા રહીએ તો, એ શક્તિના સદુપયોગથી પાત્રતાના કારણે અનેક શક્તિઓ સ્વતઃ સિદ્ધ થાય છે
બઘાંને સમાવે એવું પ્રેમ તત્ત્વ છે. પ્રેમ એ સર્વ તત્ત્વ છે.