________________
શ્રી નમિનાથજી 887
વિજ્ઞાન એટલે ત્રણેકાળમાં સર્વક્ષેત્રે બધાને એક સરખી રીતે લાગુ પડે તે. અને આવું વિજ્ઞાન તે વીતરાગ વિજ્ઞાન છે. માટે કોરા શાસ્ત્રજ્ઞાનથી આ દર્શન મોક્ષ માનતું નથી પણ આત્મજ્ઞાન અને એનાથી આગળ વધીને વીતરાગદશા-વીતરાગ વિજ્ઞાનથી મોક્ષ બતાવે છે. એટલે આ દર્શનને માત્ર જૈનકુળમાં જન્મેલ અને જૈન નામ ધરાવનાર જ આરાધી શકે છે એમ નથી પણ કોઇપણ જાતિકુળમાં જન્મેલ વીતરાગ થવાની ભાવનાવાળો આરાધી શકે છે. એટલે જ શાસ્ત્રોમાં ચંડાળ કુળમાં જન્મેલ હરિકેશી મુનિ તેમજ મેતારજ મુનિનો પણ મોક્ષ બતાવ્યો છે.
વીતરાગતાને પામવાની તીવ્ર ઝંખના અને પ્રચંડ તાલાવેલી જાગે છે અને તે માટે ઘનઘોર સાધના આરંભાય છે ત્યારે બહારના સંયોગો અકિંચિત્કર બની જાય છે. વીતરાગ પરમાત્મા માત્ર જૈનકુળમાં જન્મેલાના જ નથી પણ જે વીતરાગ થવા માટે ઝંખતા હોય તે બધાના છે. જેમ ભારતમાં જન્મેલ ડોક્ટર માત્ર ભારતીયોનો જ ન કહેવાય, માત્ર ભારતીયની જ સેવા કરે એમ નહિ પણ સમસ્ત વિશ્વની દરેકે દરેક વ્યક્તિનો કહેવાય. પ્લેનમાં ભારતીય ડોકટર બેઠેલો હોય અને રશિયન વ્યક્તિ બિમાર પડે તો તે તેની પણ સેવા કરે. તે એમ ન કહી શકે કે હું તો જે ભારતીય હોય તેની જ સેવા કરું બીજાની નહિ. એમ કહે તો તો એનું ડોકટરપણું લાજે. જો એક ડોકટર જેવી વ્યક્તિ પણ કોઈની મર્યાદિત ન હોય પણ સમસ્ત વિશ્વની હોય તો પછી વીતરાગ પરમાત્મા જેવા લોકોત્તમ પુરુષ અમુકના જ હોય અને અમુકના નહિ એમ કેમ કહેવાય ?
આ દર્શન ધર્મ-અધર્મ, સત્-અસત્, અવિનાશી-વિનાશી, નિત્યઅનિત્ય, એક-અનેક, ભેદ-અભેદ, દ્વૈત-અદ્વૈત, દ્વન્દ્વ-નિર્દેન્દ્ર, રૂપીઅરૂપી, નિરાવરણ-સાવરણ, અમૂર્ત-મૂર્ત, દ્રવ્ય-ભાવ, નય-પ્રમાણ,
સુખને સુખ કહ્યાં પછી, જો તે દુઃખરૂપ બને તો તે સુખ ભ્રમરૂપ છે. જેને ‘સ્વ' કહો તે ‘પર’ થાય તો તે ‘સ્વ’ ભ્રમ છે.