________________
1274 હૃદય નયન નિહાળે જગધણી
પારિણામિક ભાવે જીવનું પૂર્ણ, અનંત, શુદ્ધ, અક્ષય, શાશ્વત સ્વરૂપ રહેલું છે તેની શ્રદ્ધા કરી, તેને પ્રગટાવનાર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અવલંબન લઈએ તો આત્મા પોતે પોતાના ધ્રુવપદનો ભોગી બની શકે.
- નંદીયશાશ્રીજી
સાધુતી ૧) દ્રવ્ય સાધુઃ (ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, કુષ્ય, સુવર્ણ દ્વિપદ અને ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહના ત્યાગી હોય છે.
૨) ક્ષેત્ર સાધુઃ અણગારી (વર-ક્ષેત્રાદિ સ્થાનના પ્રતિબંધ વગરના) હોય તે.
૩) કાળ સાધુ જાવજીવ સુધીની મહાવ્રતાદિ પ્રતિજ્ઞાવંત હોય તે.
૪) ભાવ સાધુઃ રાગ-દ્વેષાદિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરતાં હોય તે.
ઉપરના ચાર નિક્ષેપના પ્રત્યેકના ચાર-ચાર ભેદો પણ વિચારવા. ૧) દ્રવ્યથી દ્રવ્ય સાધુઃ લિંગ ઉપકરણાદિ યુક્ત હોય તે. ૨) ક્ષેત્રથી દ્રવ્ય સાધુઃ ગૃહસ્થના આવાસથી અળગો હોય તે. ૩) કાળથી દ્રવ્ય સાધુ પર્વ કલ્યાણકાદિ તિથિનો આરાધક હોય તે.
૪) ભાવથી દ્રવ્ય સાધુ: આજ્ઞાવર્તી (= અઢાર હજાર શીલાંગ રથના ધારક) હોય તે.
દર્શનની પરાકાષ્ઠા કેવળદર્શન છે. દર્શનાયારની પરાકાષ્ઠા બ્રહ્મવષ્ટિ છે.