________________
પરિશિષ્ટ - 1273
શકતો નથી. માટે ક્ષયોપશમ ભાવના ૧૮ પ્રકારો સમજવા જરૂરી છે.
ક્ષયોપશમમાં ઉદીત કર્મોનો રસોદય હોય છે તે ભોગવીને ખલાસ કરે છે અને બીજા કર્મોની અનુદિત અવસ્થાના કર્મોના રસને ક્ષીણ કરી ઉદયમાં ન આવી શકે તેવી ઉપશમ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે.
આઠે કર્મોનો ઉદય એ ઓદયિક ભાવ છે. આઠે કર્મોનો ક્ષય એ ક્ષાયિક ભાવ છે.
દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય કર્મોનો ઉપશમ કરી જીવ, ૨ પ્રકારે ઉપશમભાવ - ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્ર પામે છે.
શ્રી સિદ્ધ પરમાત્માઓ ક્ષાયિક અને પરિણામિક ભાવમાં નિરંતર પરિણામ પામતા હોય છે. માટે ચોથા કર્મગ્રંથમાં સિદ્ધોને આ બે ભાવનો સાંયોગિક કે સાંનિપાતિક ભાવ ઘટી શકે છે.
* સયોગી કેવળી ભગવંતો ચાર અઘાતિ કર્મોનો યથાસંભવ ઔદયિક ભાવ સાથે ક્ષાયિક અને પારિણામિક ભાવોમાં પરિણામ પામતા હોય છે.
આ પુદ્ગલ દ્રવ્ય માટે :- સંસારી જીવ વડે પરિણામ પમાડાયેલા પુદ્ગલોને (કર્મોને) તથાવિધ ઔદયિક ભાવનું પરિણમન હોય છે. આથી પુદ્ગલો, સ્વતઃ પારિણામિક અને પરતઃ ઔદયિક એમ બે ભાવમાં પરિણામ પામે છે.
સમસ્ત જીવોનું પરિણામિક ભાવનું પરિણમન જો કે અનેક પ્રકારનું છે. પરંતુ તેમાં મુખ્ય જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે ભાવ એકબીજાથી અવિરૂદ્ધ ભાવે સમજવા જોઈએ.
જ્ઞાનની પરાકાષ્ઠા કેવળજ્ઞાન છે. જ્ઞાનાયારની પરાકાષ્ઠા દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન છે.