________________
પરિશિષ્ટ
- 1271
* જીવાજીવાદિ સમસ્ત દ્રવ્યોનું સ્વગુણ ધર્મમાં પરિણામિક ભાવે જે પરિણમન થાય છે તે સ્વતઃ પરિણમન જાણવું. કેમકે તેમાં સ્વ-સ્વભાવની અનુપચરિત હેતુતા હોય છે.
- જ્યારે પરતઃ પરિણમનમાં પરદ્રવ્યની સભૂત અસભૂત તેમજ ઉપચરિત હેતુતા છે.
આ માટે જીદ્રવ્યમાંના સકળ પરિણમનનું વિશેષ સ્વરૂપ નીચે મુજબ શાસ્ત્રથી અવિરૂદ્ધ અવધારવું.
જીવમાં ક્ષાયિક ભાવનું પરિણમન સંપૂર્ણ સ્વાધીનભાવે જાણવું અને ક્ષયોપશમ ભાવના પરિણમનમાં, સ્વગુણની સ્વાધીનતા-ગૌણભાવે અને કર્મ પરિણમનની પરાધીનતા મુખ્ય જાણવી. તેમજ ઉપશમભાવમાં સ્વગુણની સ્વાધીનતા મુખ્ય અને પરાધીનતા ગૌણ હોય છે. જ્યારે તીવ્ર (પ્રબળ) ઓદયિકભાવનું પરિણમન આત્માને કેવળ પરાધીનભાવે જાણવું.
સમસ્ત સંસારી જીવોને પાંચે ભાવોની પરિણમનતામાં સ્વતની સ્વાધીનતા અને પરતની પરાધીનતામાં આત્મગુણોની આવિર્ભાવતા તેમ જ તિરોભાવ સાથે વિવિધ પ્રકારના કર્મોદયની મુખ્યતાએ ઓદયિક ભાવ સાથે સંબંધ છે. તે માટે પાંચે ભાવોનું વિસ્તારથી (૫૩ ભેદવાળું) સ્વરૂપ સમજવું જરૂરી છે. કેમકે પ્રત્યેક આત્માને પોતાના શુદ્ધક્ષાયોપશમિકાદિ ગુણોમાં પરિણમનની સ્વાધીનતા વડે જેટલી-જેટલી શુદ્ધ પરિણમનતા હોય છે, તે થકી તે આત્મા, તથાભાવે આત્મરમણતા વડે સાચા આત્મિક ગુણોનો અનુભવ કરી શકે છે. આ માટે જ શુદ્ધ આત્મ-પરિણમન સંબંધે શાસ્ત્રમાં કહ્યું છે કે,
દેહસુખના પ્રાપ્તકાળ કરતાં અપ્રાપ્તકાળ વધુ છે, માટે સુખ ભ્રમ છે.