________________
પરિશિષ્ટ - 1251
આ યોગ બે પ્રકારનો હોય છે.
છદ્મસ્થ સંસારી જીવોને કષાય સહિત સાંપરાયિક
કષાયરહિત તે ઈર્યાપથિક યોગ. માત્ર કેવળી ભગવતેને હોય
અભિસંધિજ (સપ્રયત્ન-ઐચ્છિક) આ કારણ-કાર્યભાવ સાપેક્ષ હોય છે.
અનભિસંધિજ (અપ્રયત્ન-સહજ અનેચ્છિક)
સમૂર્છાિમની જેમ કારણ કાર્ય ભાવ નિરપેક્ષ હોય છે.
પ્રથમ તો આત્માના વીર્યગુણોનું પ્રવર્તન સલેશી અને અલેશી એમ બે પ્રકારનું હોય છે. તેમાં પ્રથમ સલેશીવીર્ય પ્રવર્તનમાં આત્મ પ્રદેશોનું મન-વચન અને કાયયોગાન્તર્ગત વર્ગણાઓ સાથે જે પરિસ્પંદન, તે દ્રવ્યયોગ. અને તતુક જે આત્માનો પરિણામ તે ભાવયોગ જાણવો.
- વ્યવહારનય દૃષ્ટિએ દ્રવ્યયોગ, શુભ તેમજ અશુભ બન્ને પ્રકારનો હોઈ શકે છે. પરંતુ શુભાશુભમિશ્ર યોગ હોતો નથી. - નિશ્ચયનય દૃષ્ટિએ શુભ કે અશુભ એકજ પ્રકારનો યોગ જાણવો. દ્રવ્યયોગ દ્વારા આત્મા કાર્મણ વર્ગણાઓનું ગ્રહણ કરે છે અને તે સાથે જ તે સમયે જ ભાવયોગ મુજબ ગ્રહિત સકળ કાર્પણ વર્ગણાઓમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિભાગની રચના કરીને, કાર્મણ શરીર સાથે તેને જોડી દે છે – તેને કર્મબંધ જાણવો.
સાંપરાયિક યોગને શાસ્ત્રમાં કષાય ભાવથકી અનંતાનુબંધી,
રાગ-ભોગ-ગ્રહણ એ અધર્મ છે.