________________
પરિશિષ્ટ .
- 1247
ભિન્ન-ભિન્ન તેમજ ઉભય પર્યાયનું યથાર્થ (કેવળી ભાષિત અર્થથી અવિરૂદ્ધ) જ્ઞાન જ નથી, તે આત્મા સંયમને કેવી રીતે જાણે? વળી કોઈ પણ આત્માને આત્મ-સંયમ વગર ભાવ સંવરરૂપ ચારિત્ર સંભવતું નથી અને ચારિત્ર ગુણ વિના કર્મથી મુક્તિ હોઈ શકે નહિ અને સર્વકર્મક્ષય વગર મોક્ષ પ્રાપ્તિ થતી નથી.
આ માટે જ્ઞાજ્યિાખ્યાં મોક્ષ: એ શાસ્ત્રવચનથી આત્મકારકતામાં, ત્રીજી-ચોથી અને પાંચમી વિભક્તિના અવિરૂદ્ધ અર્થમાં આત્માને જોડવો જોઈએ. ( ૩) ત્રીજી વિભક્તિના અર્થમાં જ્ઞાન અને ક્રિયા ઉભય વડે મોક્ષ સધાય છે ત્યાં ઉપાદાન કારણરૂપ શુદ્ધ આત્મા, ઉપયોગરૂપ ક્રિયા વડે એમ ધારવું. , . ૪) ચોથી વિભક્તિના અર્થમાં જ્ઞાન અને ક્રિયાને પરસ્પર સંપ્રદાનતા વડે સહકારી બનાવવાથી મોક્ષ સધાય છે. એટલે આત્મગુણોને પરસ્પર સહકારી ભાવે યોજવાથી એમ સમજવું.
. ૫) પાંચમી વિભક્તિના અપાદાનતાના અર્થમાં, કર્મપરિણામરૂપ સમસ્ત-પર પર્યાયમાંથી, આત્મભાવપણાની દૃષ્ટિ તેમજ પર પરિણામના કર્તુત્વ ભાવને કાઢી નાંખવાથી મોક્ષ સધાય છે. - આ ત્રણે અર્થોને શાસ્ત્રથી અવિરૂદ્ધ આત્મસ્વરૂપમાં કરણકારક, સંપ્રદાનકારક, તેમજ અપાદાનકારક ભાવે યોજવા જોઈએ.
જોવાની ખૂબી એ છે કે સંસ્કૃત વ્યાકરણ અનુસાર ત્રીજી, ચોથી અને પાંચમી ત્રણ વિભક્તિનો દ્વિવચનનો પ્રત્યય ચામું છે. તેથી અર્થઘટન
જે સહજ, સતત અને સરળ છે તે સત્ છે, નિત્ય છે.