________________
1222
હૃદય નયન નિહાળે જગધણી
અવલંબનથી થતાં નુકસાનથી બચવા શુભનમિત્તનું આલંબન લેવાનું કહે છે; તેના અવલંબને શુભભાવ કરવા બહુ સહેલા બને છે. શુભ ભાવ દ્વારા શુભપરિણતિને અસ્થિમજ્જા બનાવવાની છે. તે અસ્થિમજ્જા થયા પછી પોતાના શુદ્ધ ચૈતન્યમાં આસન જમાવવાનું છે. મૂળને પકડવાથી શીઘ્ર પરિણામ મળે છે.
આપણે અપૂર્ણ (Imperfect) - છદ્મસ્થ આત્મા હોવાના કારણે પરમાત્માને પામવાના ધ્યેય માટે આપણાથી ઓછા અપૂર્ણ એટલે આપણાથી કંઈક ઊંચા-આગળ વધેલા આત્માની સહાય લઇને આગળ વધીએ છીએ કે જેઓ જગતમાં ગુરુ તરીકે ઓળખાય છે. પરંતુ આ ધાર્મિક યાત્રામાં ચોક્કસપણે એક એવો સમય આવે છે કે જ્યાં આપણને બહારના માર્ગદર્શકો કે ધર્મશાસ્ત્રો મદદ કરી શકતા નથી.
આત્માની શોધમાં-ધાર્મિક યાત્રાના આ છેલ્લા ચરણમાં, સાધકે પોતે પોતાના અંતકરણના માર્ગદર્શન પ્રમાણે, જાતે જ પુરુષાર્થ કરવાનો છે. આંતર શક્તિથી આ લડાઈ લડવાની છે. પોતાની આંતરિક જાગૃતિના સહારે જ આત્માએ મોક્ષ તરફ યાત્રા કરવાની છે અને બહારના બધા આવરણો અને પરિબળોથી મુક્ત થવાનું છે. જો કોઈપણ પ્રકારના પૂર્વગ્રહોમાં આપણે રાચતા હોઇશું તો શાસ્ત્રો આપણા માટે શસ્ત્રસમાન પૂરવાર થશે.
જે પરમ સત્ય છે તેને માત્ર તર્કની દૃષ્ટિથી જ નહિ જોતાં અનુભવની એરણ ઉપર ચઢાવીને પ્રાપ્ત કરવાનું છે. મતદષ્ટિથી નહિ પણ તત્ત્વદ્યષ્ટિથી; ષડ્દર્શનની મીમાંસા કરતાં આત્માને વીતરાગ દર્શનની પ્રામાણિકતા સિદ્ધ થાય છે. આત્મજ્ઞાનની સમ્યક્ પ્રાપ્તિ વિના કેવળ
તીર્થંકર ભગવંતનું કેવળજ્ઞાન કલ્યાણક એટલે કષાયનો નાશ કરેલ છે.