________________
શ્રી મહાવીરજી & 1221
અંતરના ભાવો વિશુદ્ધ બને છે ત્યારે આત્માનો આત્મધર્મ આત્મામાંથી પ્રગટે છે.
આત્મા પોતે જ અવિચળ ધ્રુવ તત્ત્વ છે. નિજ ધ્રુવ પદ પહિચાણેપોતાના ધ્રુવ પદની ઓળખાણ આત્માને, તે જ્ઞાન અને ધ્યાનની ક્રિયા જ કરાવશે. આમાં ઉતાવળ કામ લાગે તેમ નથી. ધૈર્ય રાખી સાધનાના માર્ગે ડગ માંડતા રહેવાનું છે. સંકુચિતતાને દૂર કરી વિશાળતા અને ઉદારતાદિ ગુણોની વૃદ્ધિ થતાં સાધકને જરૂર પોતાનો આત્મા એક વખત પરમાત્મ સ્વરૂપે અનુભવાય છે. આ પરમાત્મ સ્વરૂપની અનુભૂતિ એ જ સાચું વીરત્વ છે અને વીરત્વની પ્રત્યક્ષ પહેચાન છે. એ આત્મા સાક્ષાત્કાર છે. ' - આનંદઘન પ્રભુ આત્મા જાગે છે ત્યારે કર્મો તેનાથી દૂર ભાગી જાય છે; તે વાતને હવે કવિશ્રી જણાવી રહ્યા છે. : આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે,
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, “આનંદઘન” પ્રભુ જાગે રે.. વીર.૭ ' અર્થઃ અખંડ જ્ઞાન, દર્શન અને વૈરાગ્યની સાધનાના બળે ભીતરમાં રહેલ આનંદઘન પ્રભુ; જ્યારે જાગે છે ત્યારે અસમર્થ દશામાં લીધેલા મન-વચન-કાયા અને બીજા બહારના આલંબનો-ઉપકરણો છૂટતા જાય છે અને પુદ્ગલ પરિણતિ-પર પરિણતિ દૂર ભાગી જાય છે.
વિવેચનઃ આત્મા જ્યારે અસમર્થ હોય છે ત્યારે તેને આગળ વધવા માટે દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે બહારના આલંબનોનો આધાર ઘણો લેવો પડે છે. જીવમાત્ર નિમિત્ત વાસી છે અનાદિથી આપણે નિમિત્તોના આધારે જ જીવવા ટેવાયેલા છીએ એટલે જ્ઞાની પુરુષો અશુભ નિમિત્તના
તીર્થકર ભગવંતનું દીક્ષાકલ્યાણક એટલે અવિરતિનો નાશ કરેલ છે.