________________
1200 , હૃદય નયન નિહાળે જગધણી
વિવેચનઃ બાહ્ય અભ્યતર તપ વડે કરીને પ્રભુએ નિરંતર આત્મયોગ જ સાધ્યો છે. પ્રતિ સમય કર્મનું વિદારણ જ કર્યું છે. આમ તપ અને વીર્યથી યુક્ત હોવાના કારણે પ્રભુ વીર કહેવાયા છે. પ્રભુએ પોતાનું વીર્ય-પરાક્રમ કર્મ ક્ષયના માર્ગે જ ફોરવ્યું હતું. પોતાની સામે ગોશાળા, સંગમદેવ, ચંડકૌશિક કે ગોવાળિયો; જે કોઈપણ ઉપસર્ગ કરવા આવ્યા, તેમને મારી હટાવવા પ્રભુએ લેશ માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, ઉપરથી ચંડકૌશિક ગોશાળા વગેરેનો તો ઉદ્ધાર જ કર્યો છે અને સંગમ પ્રત્યે કરુણાભીના થયા છે.
ઉપકાર કરનારા ઉપર પણ મનુષ્યો તેટલો ઉપકાર કરી શકતા નથી, જેટલો ઉપકાર પ્રભુએ અપકાર કરનારા ઉપર કર્યો છે. ભગવાને જેમ મિથ્યાત્વ મોહરૂપી અંધકારને ભગાડ્યો, અજ્ઞાન, કષાયો વગેરેને ઉલેચી નાંખ્યા અને પોતાના આત્મામાં જિત નગારૂં વગાડ્યું, તેમ આપણા આત્મામાંથી પણ મિથ્યાત્વ મોહ, અજ્ઞાન, કષાયો નીકળી જાય તો જિત નગારું વાગી શકે તેમ છે.
પ્રભુએ સાધના દ્વારા જેવું વીરત્વ પ્રગટાવ્યું અને ઘનઘોર ઘાતકર્મના ભૂક્કા બોલાવ્યા તેવું ક્ષાયિકભાવનું વીરપણુ કવિશ્રી પ્રભુચરણે પડીને માંગી રહ્યા છે. પ્રભુ આઠે કર્મોનું વિદારણ કરનારા છે અને તપ વડે શોભાયમાન છે. આમ તપ અને વીર્યથી યુક્ત હોવાથી પ્રભુ વીર કહેવાયા છે.
विदारयति यत् कर्म, तपसा च विराजते।
तपोवीर्येण युक्तश्च, तस्मात् वीर इति स्मृतः ।। . વીરપ્રભુમાં વીરતા તો હતી જ તેથી તો તે મહાવીર કહેવાયા પરંતુ એમની વીરતા; ધીરતા, સ્થિરતા અને અચલતાથી યુક્ત હતી. કવિશ્રીને
મનનું નમન (અમન) એટલે મનનું પરિણમન અને મનનું પરિણમન
એટલે પરમાત્મ તત્ત્વનું પ્રાગટીકરણ !