________________
શ્રી નમિનાથજી , 871
- યોગીરાજ જણાવે છે કે આ વસ્તુ તારે ગુરુગમથી સમજવાની છે અને લોકાલોક એટલે કે આકાશના અવલંબને પ્રાપ્ત કરવાની છે કે જે ચૌદરાજલોકમય આકાશ કે જેમાં સર્વદ્રવ્યો અને તેના પર્યાયો રહેલા છે; તે લોક સ્વરૂપ આકાશ અને તેની ફરતે ચારે બાજુએ રહેલ અસીમઅસીમ-અનંત-અનંત અલોક સ્વરૂપ આકાશના સ્વરૂપને તું ગુરુગમ દ્વારા યથાર્થ જાણી લે અને પછી તેની બરાબર શ્રદ્ધા કરીશ તો તને તારો આત્મા પરમાત્મા સ્વરૂપે મેળવતા વાર નહિ લાગે.
આકાશમાં અને તારા શુદ્ધસ્વરૂપી પરમાત્મામાં ઘણી સામ્યતા રહેલી છે. આકાશને બરાબર ઓળખતાં પરમાત્મા ઓળખાઈ જાય છે માટે આત્માને ચિદાકાશ પણ કહેલ છે. આત્મા એ ચૈતન્યમય આકાશ છે
જ્યારે જે બધાને અવગાહના આપે છે તે અવકાશ એટલે કે આકાશ એ આકાશાસ્તિકાય છે. ' કોઈપણ વસ્તુને ઓળખવી જ્યારે કઠિન પડે ત્યારે બીજી પ્રસિદ્ધ વસ્તુની ઉપમા દ્વારા ઓળખાવતા, તે સહેલાયથી ઓળખાઈ જાય છે. આત્માની બાબતમાં પણ એવું જ છે. જ્યાં સુધી કોઈ પ્રસિદ્ધ દૃષ્ટાંત દ્વારા આત્માને ન ઓળખવામાં આવે ત્યાં સુધી આત્મા કેવો હશે? શું કરતો હશે? ક્યાં રહેતો હશે? વગેરે લાખો વિકલ્પોની જાળ પથરાઈ શકે છે પણ
જ્યારે કોઈ દૃષ્ટાંત દ્વારા તેની ઓળખ અપાય છે ત્યારે ઘણા વિકલ્પો શાંત થઈ જાય છે. આ
આકાશ લોકાલોક વ્યાપી છે, અસીમ છે, અમૂર્ત છે, અવિનાશી છે, જડ વીતરાગ છે. સરળ છે, સતત છે, સહજ છે, અવ્યાબાધ છે, અગુરુલઘુ છે, અખંડ છે, અભંગ છે, એ આકાશનું ગુણ કાર્ય જડ ચેતન દ્રવ્યોને અવગાહના આપવાનું છે. કોઈપણ જાતના ભેદભાવ વિના સતત
કળા અને શક્તિમાં હરિફાઈ હોય શકે છે જ્યારે ગુણમાં અનુમોદના હોય છે.