________________
870
870 કિ
. હૃદય નયન નિહાળે જગધણી
નિત્ય છે-સ્વ છે-દેશકાલથી અતીત છે તેને ઉપયોગમાં ઉપયોગથી પકડવાની, વિધેયાત્મક જ્ઞાનપ્રધાન નિશ્ચયનયની સાધના બતાવે છે અને તે દ્વારા આત્માને આત્મામાં જ કરવાનું-શમવાનું જણાવે છે.
જૈન દર્શન આ બંને માન્યતાઓનો સમન્વય કરે છે કે બ્રહ્મ સત્ય છે એ વાત, આત્માનું લક્ષ્ય કરી આત્માને પામવા માટેની સંવેગની તીવ્રતા છે, જે મોક્ષના અભિલાષ રૂપ છે. આત્માને આત્માની લગની ન લાગે તો આત્મા મળે કેમ ? જ્યારે જગત મિથ્યા એ સૂત્ર જગતનો અભાવ બતાવવા માટે નથી પણ જગત પ્રત્યે વૈરાગ્ય પેદા કરી ભવ નિર્વેદની તીવ્રતા જગાડવા માટે છે. ખરેખર જે આપણું નથી, જે સાંયોગિક છે, તેના ઉપરથી મન ઉઠે નહિ, તેનાથી છુટવાને માટે આત્મા ઝંખે નહિ, તેનો ત્રાસ ન અનુભવે, તો પછી તેનાથી છુટાય કેમ?
સાધના એટલે અનિત્યથી છુટવા માટેનું અને નિત્યને પ્રાપ્ત કરવા માટેનું યુદ્ધ, જે બાહુબળથી – ભૂજાબળથી લડાતું હોય છે, માટે આ બંને દર્શનોને યોગીરાજે બાહુના સ્થાને મૂક્યા છે; તે યથાર્થ છે. આપણે જ્યારે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણો એક હાથ આગળ ચાલે ત્યારે બીજો હાથ પાછળ જતો હોય છે. યોગીરાજ સંકેત કરે છે કે આગળ જતા હાથ દ્વારા શુદ્ધાત્માને પકડવો અને પાછળ જતા હાથ દ્વારા જે અનિત્ય છે તેને છોડતા જવું.
યોગીરાજ કહે છે કે આ બંને દર્શનો ભલે એકાંત પકડીને બેઠા હોય પણ તું તો સ્યાદ્વાદી છું. દરેકમાંથી જે સારું છે તે કેમ ગ્રહણ કરવું ? એજ તારું ધ્યેય છે, તો તું જે અનિત્ય છે – ભેદરૂપ છે તેનાથી પર થા-મુક્ત થા અને જે ધ્રુવ છે, સ્વ છે, અવિનાશી છે તેની સાથે જોડાઈને-તેનાથી અભેદ પામી જા - તેમાં સમાઈ જા. * .
જેવું અને જાણવું ભેગું થાય છે ત્યારે જ્ઞાન પૂર્ણ બને છે.
એવું પૂર્ણ જ્ઞાન તેમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે.