________________
શ્રી પાર્શ્વનાથજી
મિથ્યાત્વ પર્યાયનો નાશ કરીને સમ્યકત્વ પર્યાય પ્રગટ કરી શકાય છે, તેવી શ્રદ્ધા થાય છે. ટૂંકમાં કૂટસ્થતા, મિથ્યાત્વતા, આકુળતાનો નાશ અને શાંતતા તથા પ્રશાંતતા-સિદ્ધત્વની પ્રાપ્તિ આ દ્રવ્યત્વગુણને આભારી છે. દ્રવ્યત્વ એ Function of Properties છે.
૪) પ્રમેયત્વ ગુણની શ્રદ્ધાનો લાભ.
આત્મા પોતાના જ્ઞાન ગુણ દ્વારા પોતાને જાણી શકે છે. પ્રમેયત્વ ગુણથી પોતાના જ્ઞાનમાં આવી શકે છે. આત્મા પોતે સ્વ શેય છે-જ્ઞાયક છે એની યથાર્થ શ્રદ્ધા થવાથી પર શેય પ્રત્યે ઉદાસીનતા સારી રીતે લાવી શકાય છે. ટૂંકમાં પ્રમેયત્વ (જોયત્વ) ગુણના કારણે વસ્તુનું જ્ઞાન શક્ય બને છે. અને જોય જ્ઞાતા સન્મુખ ન હોવા છતાં જણાય છે તે આ શેયત્વ ગુણને આભારી છે.
૫) અગુરુલઘુત્વ ગુણથી થતાં લાભ.. • નિશ્ચયદૃષ્ટિથી પ્રત્યેક આત્મા સત્તા અને શક્તિએ કરીને સમાન છે એટલે કે ઊંચ કે નીચ નથી અથવા તો ચઢિયાતો કે ઊતરતો નથી : “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય,
સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.” - આમ દરેક આત્મામાં જે “શક્તિ અને યોગ્યતામૂલક સામ્ય કે સમાનપણું રહેલું છે તે ટકાવી રાખનાર “સહજગુણ શક્તિને “અગુરુલઘુત્વ” ગુણ કહેવામાં આવે છે.
વ્યવહારનયની દૃષ્ટિએ જે ભવ્યજીવમાં પુરુષાર્થ વર્તે છે, જેને આત્માર્થ વર્તે છે અને જેનામાં ઊંચ-નીચના ભાવોમાં વર્તવાપણું નથી
યારિત્રમોહનીયનું કાર્ય સન્ દષ્ટિપાત આવ્યા છતાં, બોઘ થયાં છતાં, વીતરાગ સ્વરૂપે પ્રગટ ન થવા દેવાનું છે. બોઘ થયાં છતાં બુદ્ધ થતાં અટકાવવાનું છે.