________________
1182 હૃદય નયન નિહાળે જગધણી
બદલવાનો આ ગુણ પ્રત્યેક દ્રવ્યમાં ન હોત તો ‘ફ્રૂટસ્થ’ બનવાનો પ્રસંગ ઉભો થાત. દ્રવ્ય એક જ સ્થિતિમાં કાયમ રહ્યું હોત તો રોગી, રોગી જ રહ્યો હોત ક્યારે પણ નીરોગી થયો ન હોત. સાધકની સંસાર અવસ્થાનો નાશ થઇ સિદ્ધ અવસ્થા થઇ ન હોત, બાળક નાનું જ રહ્યું હોત-જુવાન ન થયું હોત પરંતુ વસ્તુનું એવું સ્વરૂપ નથી. એ સાદિસાન્ત પૂર્વક અનાદિ અનંત છે તેથી જ સાદિ-અનંત સિદ્ધત્વને પામી શકાય છે.
પ્રત્યેક દ્રવ્ય અનાદિ અનંત રહીને પણ પોતાની અવસ્થાથી તેં નિરંતર બદલાતું રહે છે, એ દ્રવ્યત્વ ગુણને કારણે થાય છે.
બીજા કોઇની પણ પર્યાય, મારા કારણે બદલી શકાતી નથી..‘ આજ સુધી હું બીજા કોઇનો કર્તા-હર્તા છું એવી ‘મિથ્યાબુદ્ધિ’ રાખતો હતો તેનો પણ નાશ થાય છે.
‘અવસ્થા' પૂરતો જ ‘હું' એમ પોતાને માનવાને કારણે દુઃખી થતો હતો પણ અનિત્યતા એટલે બદલાવું તે પર્યાયગત સ્વભાવ છે અને હું અનાદિ અનંત નિત્ય છું-એમ જાણવાથી ‘આકુળતા’ મટી જાય છે.
કોઈ પ્રિય વ્યક્તિ કેમ મરી ગઇ ? પહેલા સંપત્તિ હતી, હવે ગરીબી કેમ આવી ? કોઇને અપંગત્વ શા માટે ? આ ઘટના બની જ કેમ ? ઈત્યાદિ વિચારોનું ઘમસાણ મચે છે અને આપણે ચિંતિત થઈ જઇએ છીએ. દ્રવ્યત્વ ગુણને કારણે આ સમયે આ જ પરિણમન જે યોગ્ય હતું તે જ થયું છે એમ સમજાવવાથી મનને શાંતિ મળે છે. દુઃખમાં દીન બનાતું નથી અને સુખમાં લીન થવાતું નથી.
દર્શનમોહનીયનું કાર્ય સમ્યગ્ દષ્ટિપાત, બોઘ, સતનું દર્શન, લક્ષ્ય રૂયિ ન થવા દેવાનું છે.