________________
1180
હૃદય નયન નિહાળે જગધણી
લોક સંજ્ઞાએ કરીને અણસમજથી લોકો મનુષ્ય પર્યાયના નાશથી પોતાનો નાશ માની નિરર્થક દુઃખી થાય છે. પ્રત્યેક પર્યાયના નાશ સાથે તે જ સમયે નવા પર્યાયની ઉત્પત્તિ થતી હોય છે અને દ્રવ્ય તો સદેવ જેમ છે તેમ કાયમ રહે છે, તેની જાણ અને શ્રદ્ધા બરાબર થાય; તો મૃત્યુનું દુઃખ, ભય, આકુળતા તેમજ બીજા બધા ભયો નીકળી જાય તેમ છે. એટલું જ નહિ પણ હસવા-રડવામાંથી-હરખ-શોકમાંથી મુક્તિ મળી જાય છે. એ જ જ્ઞાનીની જ્ઞાનદશા છે.
જ્ઞાની પુરુષની કૃપાથી પ્રતીતિ થાય છે કે મારું અસ્તિત્વ મારા કારણે જ છે. મને ઉત્પન્ન કરનાર-રક્ષણ કરનાર અને વિનાશં કરનાર બીજું કોઈ જ નથી. હું જ બ્રહ્મા-હું જ વિષ્ણુ અને હું જ મહેશ છું અર્થાત્ હું જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય સ્વરૂપ છું. આ શ્રદ્ધા થવાથી હીનતાદીનતા-ગુલામી-પરાધીનતા-ઓશિયાળાપણું નીકળી જાય છે. સ્વ પ્રતિ સૃષ્ટિ કેન્દ્રિત થવાથી અમર થવાની કળા આત્મસાત્ થાય છે. અજ્ઞાનથી કૈહ સાથેના સંયોગ વિયોગને આપણાં ‘જન્મ-મૃત્યુ’ સમજતા હતા અને એ કલ્પનાથી જ નિરર્થક દુઃખી થતાં હતા. હવે પોતાના આત્માના અસ્તિત્વ ગુણની યથાર્થ સમજથી આ બધાં દુઃખો આપોઆપ દૂર થઈ જાય છે અને હું ‘જ્ઞાયક' જ છું, અનાદિથી હું જ્ઞાયક રૂપે છું છું અને છું જ અને અનંતકાળ રહેવાનો છું; એનું શ્રદ્ધાન તીવ્ર થતાં પરમાત્મા થવાના શ્રીગણેશ મંડાય છે. ટૂંકમાં અસ્તિત્વગુણની શ્રદ્ધાથી મોતનો ભય ટળે છે અને ત્રિકાળવિદ્યમાન અસ્તિત્વ સાથે એકાત્મ થવાની પ્રરેણા મળે છે. અસ્તિત્વ એ આધાર છે-માલિક છે-Proprietor છે.
૨) વસ્તુત્વ ગુણની શ્રદ્ધાથી થતા લાભ...
દરેક દ્રવ્યમાં પોતાની ક્રિયા પોતાથી કરવાની શક્તિ હોય છે, તેને
અર્થ ક્રિયાકારી સત્ વસ્તુત્વ છે. જે દ્રવ્યનો જે ગુણ હોય તે ભાવ મુજબની સહજ ક્રિયા તે વસ્તુત્વ છે. આપણે આપણા જ્ઞાનને વસ્તુત્વ ધર્મમાં લાવવો તે પુરુષાર્થ છે.