________________
શ્રી પાર્શ્વનાથજી , 1179
- ૪) જે ગુણને લીધે દ્રવ્ય, જ્ઞાનનો વિષય બને તે પ્રમેયત્વ કહેવાય.
૫) જે ગુણને લીધે એક દ્રવ્ય, બીજા દ્રવ્ય રૂપે ન થાય તેમજ એક દ્રવ્યના ગુણ પર્યાયો અન્ય દ્રવ્યના ગુણ પર્યાય રૂપે ન થાય, પ્રત્યેક દ્રવ્ય પોતાનું અબાધિતપણું-અવ્યાબાધતા, અખંડતા, સંલગ્નતા જાળવી શકે, તે અગુરુલઘુગુણ કહેવાય.
વ્યવહારથી જે ઉંચે જાય તે લઘુ, નીચે જાય તે ગુરુ તીરછું જાય તે ગુરુલઘુ અને સર્વત્ર જાય તે અગુરુલઘુ. દા.ત. શબ્દ.
એક મણ લાકડાને બાળીએ તો તેની રાખ એક મણ નહિ થાય અને એક મણ કપુરને બાળીએ તો કાંઈ પાછળ રહે જ નહિ કેમકે બધું ધુમાડો થઈને હવામાં ભળી ગયું હોય. આ અગુરુલઘુગુણનું પરિણમન છે. આ અગુરુલઘુગુણ એક માત્ર ગોત્રનામકર્મથી આવરાયેલ એવો આત્માનો નિષેધાત્મક પ્રતિજીવી ગુણ છે, જે ગોત્રકર્મના નાશથી પ્રગટ થાય છે. એ દ્રવ્યને અખંડ, અભંગ, અવ્યય, અય્યત રાખે છે.
અગુરુલઘુ પર્યાય સર્વદ્રવ્યોમાં સાધારણપણે નિરંતર વર્તે છે.
) જેના લીધે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ, આત્મા વગેરેને કંઈને કંઈ આકાર હોય છે તે પ્રદેશત્વ ગુણ છે.
* ૧) અસ્તિત્વ ગુણની શ્રદ્ધાથી થતા લાભ.. " પ્રત્યેક દ્રવ્યમાં પોતાનો અસ્તિત્વ ગુણ છે એટલે દરેક દ્રવ્યની સત્તા ભિન્ન છે. બે કે વધુ દ્રવ્યો મળીને એક સત્તા થતી નથી, તેમ જ નવા દ્રવ્યો ઉત્પન્ન થઈ તેમની સંખ્યા પણ વધતી નથી. આ સત્તાઅસ્તિત્વ માટે, કોઈ પણ પરદ્રવ્યની સહાયની જરૂર પડતી નથી.
સાધનામાં જગત સાથેનો સંબંધ, ત્યાગ અને સહિષ્ણુતા યુક્ત પ્રેમ અને ઉદારતાભર્યો આત્મીય. રાખવાનો છે. જ્યારે અત્યંતરમાં જ્ઞાન-ધ્યાનથી પરમાત્મા સાથે અભેદ સંબંઘ કરવાનો છે.