________________
શ્રી નમિનાથજી
છે.
867
"
જે ક્ષણિક છે તે તું નથી અને તે તારું નથી એમ માની તેનો રાગ છોડ, વિરાગી બને અને તેમાંથી મહાવિરાગી-ત્યાગી બનીને વીતરાગી બન! આ દેશનાને વ્યવહારનય પ્રધાન દેશના પણ કહેવાય. કારણકે વ્યવહાર નય જે આપણું નથી અને આપણું થવાનું નથી તેને છોડાવવા પર ભાર મૂકે છે. વ્યવહારનય ત્યાગ પ્રધાન છે.
આનાથી તદ્દન વિરુદ્ધની વાત મિમાંસક કરે છે. વેદાંત દર્શન નિત્યવાદના પાયા પર ઊભું છે. જૈન શાસનના દ્રવ્યાર્થિકનયે આત્મા નિત્ય છે. સંગ્રહનય ઉપભ્રંહિત દ્રવ્યાર્થિકનય કે નિશ્ચયનયના મતે આત્મા એક છે, નિત્ય છે, ત્રિગુણાતીત છે અને કર્મરજથી અલિપ્ત છે. - બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એ વેદાંતનું સૂત્ર છે. તે કહે છે કે આ જગત જે દેખાય છે, તે બધી માયા છે, સ્વપ્ન છે. સ્વપ્નદશામાં સ્વપ્નમાં જોયેલું સારું લાગે છે પરંતુ જાગૃત અવસ્થામાં તે મિથ્યા સમજાય છે. તેમ આત્મા જ્યારે કેવલ્યજ્ઞાન પામે છે ચોથી ઉજ્જાગરદશામાં આવે છે ત્યારે તેને સમજાય છે કે હું જેને સાચું માની વ્યવહાર કરતો હતો તે તો ખરેખર નકલી જ હતું.
આના દૃષ્ટાંતમાં તેઓ કહે છે કે અંધકારમાં જેમ ભ્રાંતિથી દોરડામાં સર્પનો અહેસાસ થાય છે અને તેથી તેની નજીક જતાં ગભરાય છે. પરંતુ જ્ઞાનપ્રકાશથી તેમજ સૂર્યના પ્રકાશથી વિશેષ ધર્મોનો બોધ થતાં તેને જ્યારે નિર્ણય થાય છે કે આ તો દોરડું જ છે, સર્પ નથી ત્યારે તેનો ભ્રમ નીકળી જાય છે. ભય દૂર થાય છે અને સહેલાયથી તે દોરડામાં પ્રવૃત્તિ કરે છે. તેમ આ સંસાર અને તેના સંબંધો જ્યાં સુધી આત્માનું અજ્ઞાન છે ત્યાં સુધી ભ્રાંતિથી સાચા જણાય છે પણ તે અજ્ઞાન ટળી જતાં
યોગથી આત્માનું અરૂપીપણું આવરાયેલ છે.