________________
શ્રી પાર્શ્વનાથજી
1113
સ્કુલનું શિક્ષણ સારું હોય, શિક્ષક સારા હોય પણ વિદ્યાર્થી પ્રમાદ અને રખડેલ વૃત્તિનું આલંબન લે, તો તે ભણી શકે નહિ – ઠોઠ જ રહે, માત્ર બાહ્ય નિમિત્ત કાર્યસાધક બની શકે નહિ. જન્માંધ કે ઘુવડ સૂર્યને દેખે કે જાણે નહિ તેમાં સૂર્યનો દોષ નથી. તેટલા માત્રથી સૂર્યના અસ્તિત્વને નકારી શકાય નહિ.
નિમિત્તનું સ્વરૂપ જ આપણને આપણી સક્રિયતા માટે સભાન બનાવી દે છે. બધા કારણમાં કારણતા છે પણ તે કારણતા કર્તાને આધીન છે. કર્તાના સમ્યગ્ વ્યાપારરૂપ પરિણમન વડે કરીને જ તેમાં કારણતા પ્રગટે છે. જેમાં કારણતા પ્રગટે તે સક્રિય કારણ – સક્રિય નિમિત્ત કહેવાય છે. બાકીના બીજા બધા ઉદાસીન નિમિત્ત-ઉદાસીન કારણ કહેવાય છે. કર્તાના સમ્યગ્ વ્યાપારરૂપ પરિણમનથી જ છ એ કારકોમાં કારકતા પ્રગટે છે અને તેથી કરીને જ તેઓ વાસ્તવિક એવી .કારક સંજ્ઞાને પામે છે. કર્તાના વ્યાપાર વિના તે કારકો ઉદાસીન કારકો એટલે માત્ર નામના અર્થાત્ કહેવાના કારકો હોય છે. પ્રસ્તુતમાં સાધક પ્રતિપળે શ્રીપાર્શ્વપ્રભુને ધણી તરીકે પોતાના અંતરમાં સ્થાપીને તેમના વચનોનું આલંબન લે છે માટે તે અસંગ યોગને પામીને ધ્રુવ આરામી બની શકે છે.
હવે ‘‘ધ્રુવ આરામી હો થાય’” એ પંક્તિ ઉપર આપણે વિચારણા કરીએ. આખા સ્તવનનો ઝોક ‘ધ્રુવ' શબ્દ પર રહેલો છે બલ્કે કહો કે તે ‘ધ્રુવ' શબ્દ સ્તવનનો પ્રાણ છે કારણકે આત્માએ, જે પૂર્ણતાને પ્રાપ્ત કરી સાંદિ અનંતકાળ આનંદમાં ડૂબકી લગાવવાની છે, તેમાં આલંબન તરીકે આ ધ્રુવ તત્ત્વ જ છે. આત્મા દ્રવ્ય સ્વરૂપે તો ત્રિકાળ ધ્રુવ જ઼ રહેનાર છે. આત્માના પર્યાયો ગમે તેટલા ફરે, જીવ ગમે તે ગતિમાં
મોહનીયની આંઘી અને જ્ઞાનાવરણીયકર્મના વાદળોએ, આત્મારૂપી સૂર્યને ઘેરી લીધો છે-ઢાંકી દીધો છે; જેથી કરીને પ્રકાશસ્વરૂપ-જ્યોતિસ્વરૂપ આત્માને અંઘકાર લાગી ગયો છે.