________________
1112
હૃદય નયન નિહાળે જગધણી
પ્રયોગ કરતી વેળા પ્રયોગી સાવધ હોવો જોઈએ. પ્રયોગી જો મૂર્છિત થઈ જાય તો પ્રયોગ નિષ્ફળ જાય.
પ્રયોગીને પ્રતિ પળે એ ભાન હોવું જરૂરી છે કે કર્મના સંયોગથી થતાં ભાવો એ આભાસી ભાવો છે. લેપાયમાન ભાવો છે. મિશ્રચેતનના ભાવો છે; તેનાથી હું તદ્દન નોખો-નોખો અને નોખો જ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં ‘હું’ તો સર્વાંગ શુદ્ધ છું, સંપૂર્ણ શુદ્ધ છું.
સ્થૂલ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અર્થાત્ આત્માથી જુદા છે અને પરાધીન છે. એ જાગૃતિ આત્મામાં નિરંતર વર્તવી જોઇએ.
“હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો રે’” માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નોખો રે.’
કવિ નવનીત
અહિંયા તો શ્રી પાર્શ્વપ્રભુને નિમિત્ત રૂપે સ્વીકાર્યા એટલે તેમના ઉપદેશને સાર રૂપે સ્વીકાર્યો એટલે તેમના ઉપદેશ અનુસાર જીવનશૈલિનું ઘડતર કરવું જોઇએ અને જેટલી તેમની આજ્ઞા ન પાળી શકાય તેના પ્રત્યે પણ કટ્ટર પક્ષપાત રહેવો જોઈએ તેમજ સાથે concious biting-આત્મડંખ સતત ચાલુ રહેવો જોઇએ.
સાધક એવો આત્મા, પરમાત્માના નિરૂપદ્રવી વચનોનું આલંબન, સમ્યક્ પરિણમન પમાડવાની બુદ્ધિથી ન લે, તો વાસ્તવમાં તેને પ્રભુનું આલંબન લીધું જ નથી. માત્ર અવિવેક અને મોહનું જ આલંબન લીધું છે, એ હકીકત સિદ્ધ થાય છે.
વ્યક્તિ અને શક્તિના રાગી બનવું તે દેહભાવ છે. ગુણાનુરાગી બનવું તે આત્મ ભાવ છે.