________________
શ્રી નેમિનાથજી , 1063
જ્યારે પોતાનામાં વીતરાગ-ધર્મને ધારણ કરે છે ત્યારે જ અવિચલ સુખને પોતાનામાં વેદે છે. આમ ભાવધર્મરૂપે પરિણમેલો આત્મા પોતે જ ધર્મ છે. તેથી જ કહ્યું છે કે “ધર્મસ્ય મર્મ ધારયતિ ઈતિ ધર્મ” એ વ્યુત્પત્તિથી શુદ્ધ ધર્મને જ ધારણ કરવાનો છે માટે મિથ્યાત્વનો નાશ થયો હોય ત્યારે જ સાચા ધર્મની શરૂઆત થાય છે. મોહ-દષ્ટિ જાય પછી જ ધર્મની શરૂઆત થાય છે. વીતરાગ-ચારિત્રમાં આરૂઢ થયેલા મુનિવરો સાક્ષાત્ ધર્મ સ્વરૂપ છે. શુભાશુભ ભાવમાં આરૂઢ થયેલા અને માત્ર પુણ્યકર્મમાં રાચતા આત્માઓને વાસ્તવમાં ધર્મી કહ્યા નથી. મોહથી ન્યારો નિર્મોહતા સ્વરૂપ ધર્મ છે. સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે ય ભાવો મોહથી ન્યારા છે કારણકે તેમાં રાગનો અંશ માત્ર પણ નથી. ચતુર્થ ગુણસ્થાનકે જે રાગ ભાવ છે તે સમ્યગદર્શન ધર્મમાં સમાતો નથી તેમ મુનિદશામાં જે સંજ્વલન કષાય છે તે ચારિત્ર-ધર્મમાં નથી સમાતો. રાગ તે ચારિત્રમોહ છે તે ચારિત્ર-મોહથી ન્યારો ભાવ તે ચારિત્ર ધર્મ છે આમ ધર્મભાવનાના ચિંતનથી રાજીમતિના ચિત્તમાંથી સરાગી ભાવો વિલીન થવા લાગ્યા, રાગભાવની ઉત્કટતા સર્વથા ઓગળી ગઈ. ધર્મભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – . . - “નિજ આતમા કો જાનના, પહિચાનના હી ધર્મ છે,
નિજ આતમા કી સાધના, આરાધના હી ઘર્મ હૈ,
- શુદ્ધાત્મા કી સાધના, આરાધના કા મર્મ હૈ, - નિજ આતમા કી ઔર, બઢતી ભાવના હી ધર્મ હૈ.”
આ રીતે તેરે તેર ગાથાઓમાં અનિત્યાદિ ભાવનાથી લઈ ધર્મભાવના સુધીનું ગૂંથણ કરીને શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સ્વ-પર બોધાર્થે ઉક્ત કડી “ધરી ભાવના રે” માં “ભાવના” શબ્દનો ઉલ્લેખ કરીને મહાન
પ્રજ્ઞારૂપી છીણીથી, જ્ઞાન અને કર્મના ઉદયને છૂટા પાડીને, કર્મના ઉદયને નહિ વેદતા,
જે માત્ર સ્વરૂપને-જ્ઞાનદશાને વેદે છે; તે ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન લઈ શકે છે.