________________
1062
હૃદય નયન નિહાળે જગધણી
દુર્લભ રત્નત્રય, આરાધન, દીક્ષા કા ધરના. દુર્લભ મુનિવર કો વ્રત પાલન, શુભભાવના કરના, દુર્લભ તે દુર્લભ હૈ ચેતન, બોધિ જ્ઞાન પાવે, પાકર કેવળજ્ઞાન નહી ફીર ન ઇસ ભવમેં આવે.’’
હવે તેરમી કડીમાં રાજીમતિનું ચિંતન ધર્મભાવના ઉપર ચાલે છે તે બતાવે છે –
જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુવો રાજ ! મ. એકવાર મુજને જુવો રે, તો સિઝે મુજ કાજ.. મનરા..૧૩
પ્રસ્તુત કડી દ્વારા રાજીમતિમાં જે સરાગી દૃષ્ટિપણાનો જે આવેગ હતો, જે બળવત્તરતા હતી, વારંવારની વિનવણીઓ હતી; તે સઘળું ય જણાતાં પોતાની પામરતાની અવધિ જાણી. જાણ્યું કે સરાગીપણું એ જ સંસારને લંબાવનાર છે. વીતરાગી-દૃષ્ટિ એ જ મોક્ષમાર્ગ છે, તેથી સરાગીપણામાંથી વિરક્ત થવું એ જ શ્રેયનો માર્ગ છે. દ્રવ્યદૃષ્ટિ કેળવી શુદ્ધસ્વરૂપમાં ઉપયોગની લયતા કરશું અને પર્યાયષ્ટિ યુક્તતાને છોડતાં જઇશું, તો જ વીતરાગ-માર્ગમાં સ્થિત થવાશે. ધર્મની શરૂઆત આત્માના શુદ્ધસ્વરૂપના ભાનથી છે. સત્યધર્મની ઉત્પત્તિ થતાં સંવર-તત્ત્વ સમજાય છે. વિશેષ તેમાં સ્થિરતા વધતાં શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થાય છે. પર્યાયમાં મોક્ષનું પ્રગટીકરણ કરવા માટે શુદ્ધ, વીતરાગ, આત્મતત્ત્વ ઓળખી તેનું શ્રદ્ધાન કરવું અત્યંત જરૂરી બની જાય છે. શુદ્ધ તત્ત્વના શ્રદ્ધાન વિના આત્મધર્મની શરૂઆત થતી નથી. માટે તેની જ ભાવના કરવાની છે.
આ ધર્મભાવનાના પ્રભાવે મોહભાવો ક્ષીણ થતાં શુદ્ધ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ સારભૂત ભાવોની પ્રાપ્તિ થાય છે. વિરાગી આત્માઓ
આત્માના સર્વગુણો સમકાળે વિદ્યમાન છે. જ્યારે પુદ્ગલના સર્વ ગુણ પયાર્યો સમકાળે વિદ્યમાન નથી. આત્મા અક્રમ દ્રવ્ય છે. પુદ્ગલ ક્રમભાવી દ્રવ્ય છે.