________________
1052 , હૃદય નયન નિહાળે જગધણી
શુભાશુભ પર્યાયસ્વરૂપ છે. જ્યારે આત્મા તો સ્વરૂપે પરમાત્મા છે માટે પરમ શેય છે, પરમ શ્રદ્ધેય છે, પરમ ધ્યેય છે, પરમ ઉપાદેય છે. આમ ધર્મી જીવ આશ્રવોને દુઃખરૂપ ચિંતવીને સ્વયંના નિજપરમાત્માની ભાવના વડે તે આશ્રવોથી મુક્ત થઈ જાય છે.
એમ કહેવાય કે “આશ્રવ ભાવના' પણ ભાવના હોવાથી શુદ્ધ આત્મતત્ત્વની જ છે, જેમાં આશ્રયદ્વારોથી છુટવાની મથામણ છે, તેથી આશ્રવ-ભાવના તે આશ્રવ-તત્ત્વ નથી પણ સંવર-તત્ત્વ છે. તત્ત્વાર્થ સૂત્રમાં સંવર-તત્ત્વ પ્રકરણમાં બાર ભાવનાઓના સ્વરૂપને સંવરના કારણરૂપે જણાવ્યું છે. “આશ્રવ નિરોધ”ને સંવર કહ્યો છે. એ સંવર સમિતિ, ગુપ્તિ, દશવિધ યતિધર્મ, બાર ભાવના, બાવીસ પ્રકારના પરિષહ. જય અને પાંચ પ્રકારના ચારિત્રથી એમ સત્તાવનભેદ થાય છે. આત્માનું ભાન તે સંવર કહેલ છે તેમાં પણ શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે, કાર્તિકેય
સ્વામી કહે છે કે “જે પુરુષ ઉપશમ પરિણામમાં લીન થઈ પૂર્વકથિત મિથ્યાત્વાદિ ભાવોને હેય માની છોડે છે તેને આશ્રવ ભાવના હોય છે.” રાજીમતિએ પોતાની ચિંતનાત્મક ભૂમિકામાં આશ્રવ પદાર્થને તેના સ્વરૂપે જાણ્યો, તેમાં અટકવાપણામાં બંધ-પરિણામને જોયો. અત્યાર સુધી તો પોતાની વિચારધારામાં વિષાદ-ઓળંભા વગેરેની ચાહના આશ્રવ સ્વરૂપ છે જ, પરન્તુ તેમાં થયેલ એકરાગતા એ તો મિથ્યાત્વના ભયંકર બંધ સ્વરૂપ છે; એ રીતે પોતાની ચિંતનધારા-તત્ત્વધારામાં પરિણમી, આના પુષ્ટિકરણમાં કહ્યું છે -
જો યોગને કી ચપલાઈ, તાતે હૈ આશ્રવ ભાઈ, આશ્રવ દુઃખકાર ધનેરે, બુદ્ધિવંત તિરે નિરવેરે...” હવે સંવર-ભાવના ઉપર પડઘો પાડતી વિચારણાને જણાવે છે –
પરિભ્રમણ, સંયોગ-વિયોગ પ્રધાન છે.