________________
શ્રી નેમિનાથજી
“ઇસ દેહ કે સંયોગ મેં, જો વસ્તુ પલભર આયગી, વહભી મલિન મલ-મૂત્રમય, દુર્ગંધમય હો જાયગી, કિન્તુ રહ ઇસ હમેં, નિર્મલ રહા જો આતમા, વહ શેય હે, શ્રદ્ધેય હૈ, બસ ધ્યેયભી વહ આતમા.’
1051
હવે આઠમી કડી ઉપર ચિંતન કરતા રાજીમતિને આશ્રવ ભાવના ઉપર જે બોધ થયો તે જણાવે છે.
જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ, મ. નિસપતિ કરીને છોડતાં રે, માણસ હુવે નુકસાન.. મનરા..૮
આઠમી કડી દ્વારા રાજીમતિનો આંતર-વલોપાત ઓળંભારૂપે પ્રગટ થઈ રહ્યો હતો તે હવે તેને આશ્રવના સ્વરૂપમાં જોયો. પ્રકૃતિગત ચંચળતાની બળવત્તરતાને આશ્રવરૂપે જાણી. ખ્યાલ આવ્યો કે યોગોનું કંપન માત્ર આશ્રવ છે, જે સ્વ સાથે એકીરણ થતાં બંધપરિણામને સર્જે છે, જે આત્માને દુઃખને દેનારા થાય છે. જેનો સંબંધ ગતિચતુષ્ક અને કષાયસમુહ સાથે થાય છે. જેના ફળ રૂપે આત્માને નવા નવા આયુષ્યનો બંધ પડે છે. કષાય-પરિણામ જે ઉપયોગકંપન છે તે ભાવાશ્રવ છે કે જે જીવાત્માને દુઃખરૂપ કહ્યો છે, જેનું નિમિત્ત પામીને આત્મા ઉપર દ્રવ્યાશ્રવ થાય છે અને અંતે બંધ-પરિણામને પામે છે.
શ્રુતજ્ઞાન, એ મતિજ્ઞાનની અક્ષરમૂર્તિ છે.
- વીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ, આશ્રવને સર્વથા હેય કહે છે. આશ્રવભાવ આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તો પણ તત્ત્વદષ્ટિથી વિચારતાં આત્મા નિર્બંધ સ્વરૂપી છે. માટે આશ્રવો આત્મસ્વરૂપથી ભિન્ન હોવાથી તેને હેય કહ્યા છે અને હેય છે માટે શ્રદ્ધેય નથી અને ધ્યેય પણ નથી, તેમ ઉપાદેય પણ નથી. તેથી તે માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનની