________________
856
હૃદય નયન નિહાળે જગધણી
શાસ્ત્રોમાં જે એકાંત દર્શનોનું ખંડન જોવા મળે છે, તે તેમાં રહેલ એકાંતતા અને વિશ્વવ્યવસ્થા ન બતાવવાના કારણે છે. જે વ્યવહારનયનો એપ્રોચ-અભિગમ છે. તે બતાવવા પાછળનો મહાપુરુષોનો આશય એ છે કે સર્વાંગી દર્શન મળ્યા પછી એકાંગી દર્શન તરફ લોકો ન ચાલ્યા જાય અને તેમાં સર્વાંગીતાની બુદ્ધિ ન કરી બેસે.
મધ્યમબુદ્ધિવાળા મધ્યમ સત્વવાળા અને મધ્યમગુણોવાળા જીવોને દરેક વિષયમાંથી તત્ત્વ ખેંચવા આવડતું નથી એટલે જો તે ત્યાંથી સારું માની લેવા જાય તો ત્યાંનુ સારું તો લઇ ન શકે અને પોતાનુ જે કાંઇ સારું છે તે પણ ગુમાવી દે તો, અતો ભ્રષ્ટ-તતો ભ્રષ્ટ થાય. હવેલી લેતા ગુજરાત ખોવા જેવા હાલ થાય. ધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટનો એવી સ્થિતિ થાય; માટે મધ્યમબુદ્ધિવાળા જીવો પોતાને જે કાંઇ સારું મળ્યું છે, તે જ પકડી રાખે અન તેમાં જ સારાપણાની બુદ્ધિ કરીને જીવે, તે તેમને માટે હિતકારી છે.
આ જૈનશાસન નિર્દિષ્ટ વ્યવહાર માર્ગ છે, જે ઉપર ચઢવા માટે ક્રમિક વિકાસના સોપાનરૂપ છે. ત્યાં પણ એટલો ખ્યાલ તો જરૂર રાખવાનો કે આપણામાં જે છે તે આપણે પકડી રાખીએ, તેને ન છોડીએ, બીજામાં રહેલ જે સારું છે, તે આપણે ભલે ગ્રહણ ન કરી શકીએ પણ આપણી દૃષ્ટિએ બીજામાં જે ઉતરતું છે તેની હલકાઈ-નિંદા-બદબોઈગેઝેટીંગ-પ્રચાર તો ન જ થાય. તો જ આપણો વ્યવહાર ધર્મ વિશુદ્ધ કહેવાય અન્યથા તે વ્યવહાર ધર્મ પણ મલિન બને, જેનાથી ક્રમિક વિકાસના પગથિયા પણ ન ચઢાય.
બીજામાં જે સારું છે તેનો સ્યાદ્વાદરષ્ટિથી સ્વીકાર કરવો તે
દર્શનમોહનીયકર્મનો ક્ષય એટલે ક્ષાયિક સમકિતનો ઉય.