________________
શ્રી નેમિનાથજી , 1019
દ્રવ્યકર્મો વિદ્યમાન છે, તેનો ઉદય પણ છે. તે ભલે રહો! તો પણ જ્ઞાની નિરાશ્રવ જ છે કારણકે દ્રવ્યદૃષ્ટિ સ્વરૂપ તરફ છે. કર્મોદયનું કાર્ય રાગ, દ્વેષ કે મોહરૂપ આશ્રવભાવ, તેનો ઉપયોગમાં અભાવ વર્તતો હોવાથી દ્રવ્યકર્મના ઉદયો બંધનું કારણ નથી.
જેમ પુરુષમાં રાગભાવ હોય તો જ જુવાનીને પામેલ સ્ત્રી તેને વશ કરી શકે છે, તેમ જીવમાં આશ્રવભાવ હોય તો જ ઉદય પ્રાપ્ત દ્રવ્યકર્મો નવો બંધ કરી શકે છે. - જ્ઞાની મળ્યા પછી અંતર ક્રિયા ચાલ્યા કરે છે. જ્ઞાનીનો યોગ થયે છતે અને અંતરથી તેની ઓળખાણ થયે છતે, સુપાત્ર જીવને અંતરમાં શુદ્ધિની, ભાવભાસનની, અંતર-સંશોધનની અને સ્વભાવ-સન્મુખતાની ક્રિયા ચાલુ થઈ જાય છે. આ અંતર ક્રિયા તેને છેક કેવળજ્ઞાન સુધીનું
લક્ષ કરાવી, હૃદય પલટો કરાવી, દઢ અંતરદષ્ટિ કરાવે છે. જ્ઞાની મળ્યા • પછી, જ્ઞાની તરીકે ઓળખાયા પછી અંતરદષ્ટિ ન થાય, તો સમજવું કે હજુ જ્ઞાની ફળ્યા નથી.
અશુદ્ધ નિશ્ચયનયથી વિભાવ ભાવો જીવની પર્યાયમાં થતાં હોવાથી ' જીવના જે માનવામાં આવ્યા છે, તેને શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી ટાળી શકાય છે. એટલે કે જડ અને ચેતનનું પરિણમન પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર છે. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. નિમિત્ત કાંઈ કશું કરતું નથી. પરંતુ નિમિત્ત વગર ક્યારેય કશું થતું પણ નથી. અભેદ દૃષ્ટિમાં તો કર્તા-કર્મભાવ જ નથી કિંતુ શુદ્ધચેતનામાત્ર જીવ વસ્તુ છે.
મનને પર સમજી મનાતીત થવું તે ધર્મ છે.