________________
શ્રી નેમિનાથજી , 1017
. વિવેચનઃ રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સાહેબનો આંતરિક વલોપાત સ્વ-તત્ત્વને પામવા અત્યંત ઉત્કટતાને વરી રહ્યો છે, તે ભગવાન નેમિનાથ-દાદાના સંવાદમાં પ્રશ્નોની ઝડી પર ઝડી વરસાવવા દ્વારા આપણે જોઈ રહ્યા છે. તેઓશ્રી કહી રહ્યા છે કે હે નાથી લોક વ્યવહારમાં પણ દેખાય છે કે પરસ્પરનો રાગ પરસ્પરનો પૂરક બનીને રહે છે. રાગ વિના સંસારનો વ્યવહાર અસંભવિત છે. રાગી જીવો માટે વૈરાગ્યની વાતો હાસ્યાસ્પદ છે, તેમ વૈરાગી જનો માટે સંસારના પદાર્થો પરનો રાગ સંભવિત નથી. બન્નેનો સ્વભાવ ભિન્ન-ભિન્ન છે. છતાં આપના વિષયમાં અમને બહુજ કૂતુહલ છે કે એકબાજુ આપ મને તરછોડીને જઈ રહ્યા છો માટે આપ વેરાગી છો અને બીજી બાજુ આપ મુગતિ સુંદરીને વરવાની ચેષ્ટા કરી રહ્યા છો, તો મુગતિ સુંદરીને વરવાની ચેષ્ટારૂપ આયામ એ શું રાગનો ઘાતક નથી તો બીજું શું છે? અર્થાત્ એ રાગ જ છે તો પછી આ રાજીમતિ ભવ-ભવાંતરથી આપને વાંછી રહી છે તે શું ખોટું છે ?
. હે મારા નાથ ! આપ મને સમજાવો કે આવી પરસ્પર વિરુદ્ધ વાતો કેમ સંભવે? રાજીમતિના સ્વાંગમાં રહીને પૂછાયેલા પ્રશ્નનો જાણે કે પ્રભુ જવાબ જ ન આપતા હોય તેમ કહી રહ્યા છે કે – “રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ.”
- રાગાદિભાવો એ વિકારી ભાવો છે, અજ્ઞાનભાવ છે, પછી તે રાગ સ્ત્રીનો હોય કે પુરુષનો, બાળકનો હોય કે યુવાનનો, જડનો હોય કે ચેતનનો! આ મોહદશાની ઉદય સ્થિતિ, જ્ઞાની કે અજ્ઞાની સર્વને સંસાર ભ્રમણના હેતુરૂપ થાય છે. માંને પોતાના પુત્ર પ્રત્યે હેત હોય છે, તો નવોઢા સ્ત્રીને પોતાના પ્રિયતમ પ્રત્યે રાગ હોય છે. આ બધો મૂછ
વિકલ્પરહિત થવું-નિર્વિકલ્પક બનવું-મનાતીત થવું-શૂન્ય બનવું-પૂર્ણ થવું, એ ભાવઘર્મ છે.