________________
852
હૃદય નયન નિહાળે જગધણી
ક્ષય અને ગુણોનો વિકાસ ન થવાથી તેમજ ગુણગ્રાહિતા અને અનાગ્રહતા ન સચવાવાથી મોક્ષમાર્ગ અને ઇષ્ટસિદ્ધિ દૂર ને દૂર જ રહે, એમાં કોઇ શંકાને સ્થાન નથી. વીતરાગતા એ અનાગ્રતા છે. વીતરાગને કોઇ આગ્રહ હોય નહિ. સાચું કે ખોટું, સારું કે ખરાબ, મારું કે તારું, હું કે તું એવું કશું જેનામાં ન હોય તે વીતરાગ પરમાત્મા છે. આપણામાં કોઇ પણ પ્રકારનો આગ્રહ નથી આપણે તો અનાગ્રહી છે; એમ બોલવું ને માનવું, એ પણ એક પ્રકારનો આગ્રહ જ છે. આગ્રહ ન જોઇએ એનો અર્થ એ છે કે અનાગ્રહતાનો પણ આગ્રહ ન હોવો જોઇએ.
શારીરિક કે માનસિક પ્રતિકૂળતામાં ટકી રહેવા માટે દૃઢ સંકલ્પ કરવો અને તે મુજબ ચાલવું એને જ્ઞાનીઓએ દૃઢધર્મિતા કહી છે અને તે આવકાર્ય છે પણ તે દઢધર્મિતાને બીજાની આગળ જાહેર કરવી તે બરાબર નથી.
વીતરાગનો માર્ગ અનાદિનો છે. જેના રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ ગયા તેનું કલ્યાણ, બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહિ. એમ કલ્યાણ હોય નહિ, કદાગ્રહમાં કંઈ જ હિત નથી. શૂરાતન કરી આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું, પણ વિરોધ કરવો નહિ.
મતભેદ રાખી કોઇ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
આપણો આત્મા એ ત્રિકાળ સત્ય છે. બાકી બીજું બધું કામચલાઉ વ્યવહાર સત્ય છે. વિશ્વ વ્યવસ્થા અને સંસાર વ્યવહાર સારી રીતે ચાલે, લોકો સંસારમાં પ્રસન્નતા પૂર્વક જીવે અને દુર્ગતિમાં ન જતાં
અરૂપીનું લક્ષણ : પ્રદેશ સ્થિરત્વ અને
પર્યાય સદશતા રૂપીનું લક્ષણ : પ્રદેશ અસ્થિરત્વતા અને પર્યાય વિસશતા.