________________
શ્રી નેમિનાથજી
1003
ઉપચાર કરે છે ત્યારે રોગનુ શમન થાય છે અને ફરી પાછી આરોગ્યતા પ્રાપ્ત થાય છે કારણકે દોષો-રોગ-મળોનું શમન થયેલું હોય છે.
જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય શરીરમાં સાડા ત્રણ ક્રોડ રુંવાટા છે અને એક એક રુંવાટે રુંવાટે પોણા બબ્બે રોગ રહેલા છે. તે બધા પુણ્યની મહેરબાની હોય ત્યાં સુધી શાંત પડ્યા રહે છે એટલે માનવી શાતા અનુભવી શકે છે. એ જ રોગો નરકમાં તીવ્ર અશાતાનો ઉદય થતાં એક સામટા ઉદયમાં આવે છે ત્યારે ત્યાં તે નારકીના જીવને લેશમાત્ર સુખ અનુભવાતું નથી.
તેવી રીતે મોટા મોટા ઉદ્યોગોમાં કરોડો રૂપિયાના ખર્ચે યંત્રો ચાલતા હોય છે, તેમાં ક્યાંય ખામી સર્જાય તો જ્યાં સુધી તેના જાણકાર ઈજનેરો તે ખામીને દૂર ન કરે ત્યાં સુધી તે કારખાનાના માલિકનો જીવ ઊંચોને ઊંચો રહે છે. જ્યારે તે ખામી દૂર થાય છે અને યંત્રો ફરીથી પાછા યથાવત્ કામ કરતા થાય છે ત્યારે તે માલિક ‘હાસકાર’નો અનુભવ કરે છે.
દૃષ્ટિનો વિકાર એ જ સંસાર !
તે જ રીતે પવિત્ર એવા સ્થાનો કે જ્યાં દેવપૂજા-ભક્તિ-કીર્તનાદિ થાય છે ત્યાં દુર્ગંધ મારતાં લોહી, માંસ, મળ, મૂત્રાદિ હોય તો તે સ્થાનની પવિત્રતા હણાય છે, તેથી ત્યાં મળો-દોષોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. વસ્ત્ર પણ મલિન થતાં તેનું શુદ્ધિકરણ આવશ્યક બને છે. આમ વ્યવહારના સ્તર પર અશુચિનું-અશુદ્ધિનું-દોષોનું-ખામીઓનું નિર્મૂલન આવશ્યક મનાયું છે. અન્યથા જાનહાનિ, વગેરેનો અવકાશ રહે તેમ ભાવસ્તરની ભૂમિકાએ તો અશુદ્ધિ-દોષોનું ઉન્મૂલન અતિ-અતિ-અતિ આવશ્યક મનાયુ છે, તેનાથી સાધકદશા નિરાળી બને છે. મુમુક્ષુઓ, સાધુઓ, સંયમીઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ સાધના માર્ગમાં ગંભીર બની, સ્વ-તત્ત્વને પામવામાં